ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના છઠ્ઠા દિવસે સ્નેહબંધન, દીકરી વ્હાલનો દરિયો અને છાબ દર્શનના કાર્યક્રમો
જેની ગૂંજ ન માત્ર રાજકોટમાં, ન માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં પરંતુ દેશના અનેક અનેક ક્ષેત્રોમાં ગૂંજી રહી છે એવો મુમુક્ષુ ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાલાનો શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ સર્વત્ર શ્રદ્ધા અને ભક્તિ ભાવમાં સહુને ગળાડૂબ કરીને ભવ્યતા પૂર્વક ઉજવાઈ રહ્યો છે.
દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના શરણમાં આજીવન આજ્ઞાધિન બનીને સંયમ અંગીકાર કરવા પ્રયાણ કરી રહેલા મુમુક્ષુ બહેનોના આ દીક્ષા મહોત્સવના એક પછી એક યાદગાર અવસરોની સો છઠ્ઠા દિવસે કાલે, સવારે ૦૯:૦૦ કલાકે સ્નેહબંધનનો સંવેદનશીલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
સંસારનો ત્યાગ કરતાં પૂર્વે મુમુક્ષુ બહેનો અંતિમવાર પોતાના ભાઈની કલાઈ પર રક્ષાબંધન કરીને આત્મરક્ષાના કોલ આપશે તો બીજી તરફ ભાઈઓ પણ પોતાની વૈરાગી બેનને સ્નેહભીની ગીફ્ટ આપીને એમના નિષ્કંટક સંયમ જીવનની મંગલ ભાવના ભાવશે. એની સો જ ભાઈ-બહેનના પવિત્ર સ્નેહની સાક્ષી પૂરાવતાં સંવાદોની આપ લે કરતાં આ અનોખા કાર્યક્રમસો પારસધામ ઘાટકોપરના ભાવિકો સંસાર અને લાગણીઓની વાસ્તવિકતાનું નિરૂપણ કરતી અદભુત નાટિકા ભજ્ઞા શિલવિ પ્રસ્તુત કરશે.
બપોરના ૦૩:૦૦ કલાકે દીકરી વ્હાલનો દરિયો કહેતાં માતા-પિતા અને મુમુક્ષુઓ વચ્ચેના સંવેદનશીલ દ્રશ્યો સોનો આ હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાશે. કાળજાના કટકા જેવી વ્હાલી દીકરી જયારે માતા-પિતાનો સાથ સદાને માટેસંબંધોના બંધન તોડીને જઈ રહી છે ત્યારે તે માતા-પિતાના અંતરની વિયોગની વેદના અને દીકરીના કલ્યાણના હર્ષની અનુભૂતિને વાચા આપતાં આ કાર્યક્રમ સો છાબ દર્શનનો અવસર આયોજિત કરવામાં આવ્યો છે.
મુમુક્ષુ બહેનોના સ્વજનો આ અવસરે સંયમ જીવન નિર્વાહના ઉપકરણોની સજાવટ કરીને શણગારેલી છાબમાં મામેરા સ્વરૂપ અત્યંત અહોભાવપૂર્વક લાવીને અર્પણ કરશે.મધુર ગીત-સંગીતના માહોલ વચ્ચે શણગારેલી આ ઉપકરણોની છાબને દર્શન ર્એ મુકવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ શ્રી ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રીંગ રોડ, જેડ બ્લુની સામે, રાજકોટ ખાતે રાખવામાં આવ્યાં છે.