વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય અને પર્યાવરણ સંવર્ધન દ્વારા સમુધ્ધિ આવે એવા શુભ આશય સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૨૧ માર્ચે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે.વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી હર્યોભર્યો રહે તે માટે વન વિભાગ દ્વારા વન સંવર્ધન અને પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવે છે. જેના પગલે જિલ્લામાં જંગલોનું પ્રમાણ વધી રહ્યુ છે સાથે મેન્ગ્રુવ્ઝના રોપાથી સમુદ્ર કાંઠાનું ધોવાણ પણ અટકી રહ્યું છે. જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. ઓક્સિજનની ઉણપ માનવ જીવન માટે જોખમ સમાન છે, તેથી વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ ૧૯૭૧ માં યુરોપિયન કૃષિ સંગઠનની ૨૩મી સામાન્ય સભામાં દર વર્ષે ૨૧ માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિશ્વ વન દિવસ-૨૦૨૫ની થીમ ‘જંગલો અને ખોરાક’ છે. જંગલો આપણને ખોરાક સાથે બળતણ, આવક અને રોજગારી પૂરી પાડે છે. આ દિવસે સરકારી કચેરી અને શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓને જંગલ દ્વારા મળતા અગણિત લાભો, પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાની માહિતી આપવામાં આવે છે. વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય કેવી રીતે આયોજન અને વ્યવસ્થાપન થઈ શકે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે.
જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના કરી શકાતી નથી, તેથી જંગલોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. વલસાડ જિલ્લો લીલાછમ હરિયાળા વૃક્ષોથી લહેરાતો રહે તે માટે ઉત્તર અને દક્ષિણ વન વિભાગ તેમજ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સહિયારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં વલસાડ ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા ૮૮૩૧ હેકટર જમીન વિસ્તારમાં ૭૫.૮૮ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યુ છે. જ્યારે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૩૫૭૫ હેકટર જમીન વિસ્તારમાં ૨૨૮૯૭૮૩ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાની જનતા પ્રકૃતિ પ્રેમી છે, જેથી રજાના દિવસે કુદરતના ખોળે ફરવા નીકળતા હોય છે. લોકોની સુખાકારી માટે સરકાર દ્વારા નારગોલ સમુદ્ર કાંઠે ઈકો-ટુરિઝમને આકાર આપવામાં આવ્યો છે. ઉત્તર વન વિભાગ દ્વારા વાડી પ્રોજેક્ટ યોજના હેઠળ જંગલ જમીનના ૬૩૦ લાભાર્થીઓને આંબા અને કાજુની ૧૨૬૦૦ કલમ અને દક્ષિણ વન વિભાગ દ્વારા ૬૩૯૦ લાભાર્થીઓને ૫૯૫૮૦ કલમ છેલ્લા ૩ વર્ષમાં આપવામાં આવી છે.
સાથે જ આદિવાસી લાભાર્થીઓને લાભાર્થી દીઠ ૧ નંગ ગાર્ડન પાઈપ અને પાણીની ટાંકી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી વન ધન વિકાસ યોજના હેઠળ વન વિભાગમાં ૧૫ વન ધન વિકાસ કેન્દ્રો તથા ૩ PVTG વન ધન વિકાસ કેન્દ્રો મળી કુલ- ૧૮ વન ધન વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં યોજનાની જોગવાઇઓ મુજબ ગૌણ વન પેદાશોને મુલ્ય વર્ધક બનાવી કેન્દ્રનાં સભ્યોની આજીવિકામાં સુધાર લાવવાનો ઉદ્દેશ છે. વલસાડ જિલ્લાના સમુદ્ર કાંઠાને ધોવાણથી અટકાવવા માટે સંજાણ રેંજમાં આવતા નારગોલ અને પલગામમાં કુલ ૨૦ હેકટર જમીન વિસ્તારમાં મેન્ગ્રુવ્ઝના બીજનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેથી સમુદ્રના ધોવાણને અટકાવી શકાય. આમ, સરકારના વિવિધ વિભાગો દ્વારા વન્ય વિસ્તારનું પ્રમાણ વધારવા પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે દરેક નાગરિકે પણ વિશ્વ વન દિવસે વન્ય સૃષ્ટિને બચાવવા માટે સંકલ્પ લઈ વધુમાં વધુ વૃક્ષો રોપે અને તેનું જતન કરે ત્યારે આ દિવસની ઉજવણી સાર્થક કહેવાશે. બોક્ષ મેટર વૃક્ષોની દુલર્ભ અને વિલુપ્ત થતી પ્રજાતિઓના સંરક્ષણ માટે પ્રયાસ વલસાડ વન વર્તુળ હેઠળ આવેલા વલસાડ જિલ્લાના વન જૈવિક વિવિધતાથી ભરપુર છે. જેમાં અનેક દુર્લભ અને વિલુપ્ત થતી પ્રજાતિઓ આવેલી છે.
જેના સંરક્ષણ અને સંવર્ધન માટે સને ૨૦૨૪-૨૫માં નર્સરીઓમાં ૨૦ થી વધુ દુર્લભ અને વિલુપ્ત થતી પ્રજાતિઓના ૪.૮૫ લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે. જેમાં વન વિભાગ દ્વારા નિયત કરેલી મુખ્ય પ્રજાતિઓ મુજબ વરસ, કરમલ, કડાયો, પાટલા, રગતરોયડો, ભીલામો, ખડશિંગ, ચાંદિવો, રોહન, તણછ, બીયો, ચારોળી, કોઠી વિગેરે પ્રજાતિના રોપા ઉછેર કરવામાં આવ્યા છે. જેમાં ઉત્તર વન વિભાગમાં ૧૮ પ્રજાતિના ૧૦૭૫૦૨ અને દક્ષિણ વન વિભાગમાં ૧૫ પ્રજાતિના ૧૨૩૬૬૦ રોપાનો ઉછેર કરાયો છે. વધુમાં બીજ એકત્રીકરણની કામગીરીમાં ખાસ ઝુંબેશ રૂપે દુલર્ભ અને વિલુપ્ત થતી પ્રજાતિઓના બીજ એકત્રીત કરવામાં આવે છે અને તેનું સંરક્ષણ કરવામાં આવે છે. બોક્ષ મેટર વલસાડમાં પાંચ રેંજમાં ૧૦ લખપતિ દીદી મહિલા જૂથ બનાવવામાં આવ્યા વર્ષ ૨૦૨૪-૨૫માં વન વિભાગ દ્વારા મહિલાઓની આજીવિકામાં વૃધ્ધિ થાય તે માટે પ્રતિ મહિલા દીઠ વર્ષમાં રૂ. ૧.૦૦ લાખથી આવક ઉભી થાય તે હેતુથી લખપતિ દીદી નર્સરી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત વલસાડ દક્ષિણ વન વિભાગ હેઠળની કુલ પાંચ રેંજમાં ૧૦ લખપતિ દીદી મહિલા જૂથ બનાવવામાં આવ્યા છે. જેમાં જૂથ દીઠ પાંચ સભ્યો એમ કુલ ૫૦ મહિલા સભ્યોનો સમાવેશ થાય છે. જેઓને નર્સરી ઉછેર તથા નર્સરી જાળવણી કરવાની કામગીરી માટે વન વિભાગ દ્વારા નિયત કરેલા દર મુજબ માસિક કામગીરી તથા મટીરીયલ માટેની રકમ સીધી તેઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જાન્યુઆરી-૨૦૨૪ અંતિત સુધીમાં કુલ રૂ. ૪૩.૨૬ લાખની ચુકવણી કરવામાં આવી છે. નાણાંકીય વર્ષ માટે પ્રત્યેક મહિલા દીઠ રૂ. ૧.૧૪ લાખની રકમ તેઓની કામગીરી પેટે ચુકવવામાં