શ્રઘ્ધાળુઓ દ્વારા પ૦ તોલા સોનું અને કરોડો રૂપિયાનું દાન

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસે ૧૬,૦૦૦ બહેનોએ સ્તન કેન્સર સ્કેનીંગ કરાવ્યું

રાષ્ટ્રીય સંત મોરારીબાપુ અને મહેસુલ મંત્રી કૌશિક પટેલ ઉમા નગરમાં પધારશે

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનાં સાક્ષી બનવા માટે શ્રઘ્ધાળુ ભકતો દ્વારા પ૦ તોલા સોનાના દાગીના અને કરોડો રૂપિયા મા ઉમિયાના ચરણોમાં ધરીને ધન્ય ધન્ય બન્યાની અનુભૂતિ કરી રહ્યા છે. સમગ્ર વિશ્ર્વના ૧ર૬ દેશમાં વસતા પાટીદારો ઉપરાંત તમામ ધર્મ અને સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા દાનનો સતત અવિરત ધોધ વહી રહ્યો છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના બીજા દિવસે પરમપુજય મોરારીબાપુ અને રાજયના મહેસુલ મંત્રી કૌશિક પટેલ ઉમાનગર ખાતે પધારશે.

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પ્રથમ દિવસે જ અઢી લાખથી વધારે શ્રઘ્ધાળુઓએ શુઘ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. લાખો લોકો ચા અને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર ડીટેકશન માટે સાત જેટલા સ્કેનર મુકવામાં આવ્યા છે.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવએ માત્ર ધાર્મિક ઉત્સવનથી પરંતુ ધર્મની સાથે કર્મના સિઘ્ધાંતના આધાર પર અત્યંત પૂર્ણ લક્ષ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૭૦ થી વધારે ક્ધઝુમર્સ દ્વારા ભાગ લેવામાં આવે છે. હજુ પણ લક્ષ એક્ષ્પો કમીટી સાથે જ સંપર્ક કરી વધુને વધુ લોકો ભાગ લેવા માજ્ઞે ઉત્સુક બન્યા છે. લક્ષચંડી મહાયજ્ઞના મહોત્સવના પ્રથમ દિવસે જ ૨.૫૦ લાખ કરતા પણ લોકોએ લક્ષ એક્ષ્પોની મુલાકાત લીધી હતી.

7537d2f3 14

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના દર્શન કરવા માટે શ્રઘ્ધાળુઓનો અવિરત પ્રવાહ ઉંઝા તરફ વહી રહ્યો છે. ઉંઝા થી મહેસાણા અને ઉંઝા થી પાટીણ, પાલનપુર રોડ ઉપર શ્રઘ્ધાળુઓના વાહનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તમામ શ્રઘ્ધાળુઓને શુઘ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ માટે અન્નપૂર્ણા કમીટી દ્વારા બીજા દિવસે ત્રણ લાખથી વધુ લોકો માટે સવગડ ઉભી કરવામાં આવી છે.

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના બીજા દિવસે આર્શીવચન આપવા માટે રાષ્ટ્રીય સંત મોરારીબાપુ તથા લક્ષ એક્ષ્પોના આયોજનમાં મહત્વ પૂર્ણ સેવા આપતા રાજયના મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલનું આગમ થશે જેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના દર્શન કરવા માટે ઉમટી પડેલા લાખો શ્રઘ્ધાળુની સુરક્ષા સલામતી માટે પોલીસ દ્વારા ચુસ્ત સલામતી વ્યવસ્થા અને ટ્રાફીક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.