આખુ વિશ્વ યોગમય બન્યું: બાળકોથી લઇ મોટેરાઓ યોગમાં જોડાયા: વિશ્વ યોગ દિને અનેક વર્લ્ડ રેકોર્ડ સર્જાયા
રાજકોટ
ગઇકાલે આતંરરાષ્ટ્રી યોગ દિવસે આજુ વિશ્ર્વ જાણે યોગમય બન્યું હોય એમ ભારત સહીત વિશ્ર્વના અનેક દેશોએ યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી સહીત દરેક મંત્રીઓ, નેતાઓ, સરકારી અધિકારીઓ, શાળા-કોલેજોના વિઘાર્થીઓ બાળકોથી લઇ વડીલો પણ ઉત્સાહભેર યોગમાં જોડાયા હતા. એક સાથે લાખો લોકોએ યોગ કરતાં અનેક વિક્રમો સર્જાયા હતા. રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં પણ વાતાવરણ વહેલી સવારથી જ યોગમય બન્યું હતું.
ઉના
ઉના શહેરમાં વહેલી સવારે સમગ્ર શહેર, તાલુકો યોગ મય બની ગયો હતો. ઉનાની ક્ધયા વિઘાલયના સંકુલમાં ધો.૯ થી ૧ર તથા કોલેજમાં (મહીલા કોલેજ) માં વિવિધ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી બહેનોએ સમુહ યોગ, પ્રાણાયામ કર્યા હતા. તેમજ ઉનાશહેરમાં શાહ એચ.ડી. હાઇસ્કુલ સ્વામીનારાયણ ગુરુકુળ, ગામત્રી વિઘાલય, પતંજલી યોગ કેન્દ્ર ત્થા શહેરની ખાનગી સરકારી શાળાઓમાં વિશ્ર્વ યોગ દિવસ નીમીતે હજારો ભાઇઓ-બહેનો વૃઘ્ધ-જવાનો વગેરેએ યોગ કરી સ્વસ્થ ભારત એક ભારતનો સંદેશો આપી યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.
ખંભાળીયા
ત્રીજા આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખંભાળીયા ખાતે નવા સેવા સદનની બાજુમાં સંસદીય સચિવ શામજીભાઇ ચૌહાણની ઉ૫સ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હજારો લોકો સ્વૈંચ્છાએ યોગમાં જોડાયા હતા.
ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ તેમના નેતૃત્વમાં રાજય સરકારે પણ વિશ્ર્વ યોગ દિને લોકો યોગ કરીને ઉજવણી કરી તન મનને તંદુરસ્ત બનાવે તે માટે સુંદર આયોજન કર્યુ છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમનીસાથે મતદાર સુધારણા અને જાગૃતિ અંગેની જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ મીનીટની ટુંકી વિડીયો કલિપ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આઇ.ઓ.સી.વાડીનાર તથા પેટ્રોલ પંપ એસો. ખંભાળીયા દ્વારા વિઘાર્થીઓ માટે દુધ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દામનગર
દામનગર નવજયોત શૈક્ષણિક સ્કુલમાં વિશ્ર્વ યોગ દિવસે કે જી થી સાયન્સ સુધીના વિઘાર્થીઓ દ્વારા યોગ દામનગર નવજયોત વિઘાલય ખાતે સવારે ૭.૩૦ થી ૮.૩૦ સુધી સૂર્યનમસ્કાર પ્રાણાયામ યોગાસનનો કપાલભાતિ, અનુલોમ, વિલોમ ભ્રામરી સ્વાસ્થ્ય રાખવાના તમામ આસનો કરવામાં આવ્યા હતા.
આટકોટઆટકોટથી શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં ધો. ર થી ૧ર સુધીના વિઘાર્થીઓ તેમજ વિઘાર્થીનીઓ આ યોગ દિનની ઉજવણી કરી હતી. સંકુલના એચ.ઓ.ડી. શૈલેષભાઇ સોલંકી, મહિપાલભાઇ વાળા, દિપકભાઇ ગોંડલીયા, શાળાના ટ્રસ્ટી સંજયભાઇ શેખલીયા અને બીપીનભાઇ શેખલીયા ઉ૫સ્થિત રહ્યા હતા.
ધ્રાંગધ્રાગઇકાલે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી નિમીતી સમગ્ર દેશમાં એક સાથે કેટલાંક લોકોએ યોગ કર્યા હતા. ત્યારે આ યોગ દિવસની ઉજવણી ધ્રાંગધ્રાના શીશકુંજ મેદાન ખાતે પણ કરવાઇ હતી જેમા ધ્રાંગધ્રા રાજકારણી, શિષકો, આગેવાનો, વિઘાર્થીઓ સહીત અન્ય લોકોએ યોગ કર્યા હતા જેમાં ધ્રાંગધ્રાના સરકારી અધિકારીઓ પણ હાજર રહી યોગ કર્યા હતા.
ગોંડલ
ગંગોત્રી સ્કુલ દ્વારા ઉજવાયો આતંર રાષ્ટ્રીય યોગ દિવસ વિશ્ર્વભરમાં આતંર રાષ્ટ્રીય યોગ દિવસ-ર૧ જુન નો દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. અને યોગ પણ મનુષ્યને લાંબુ જીવન પ્રદાન કરે છે.
યોગ દ્વારા સયંમ અને વિચાર પ્રદાન કરે છે. યોગ દ્વારા એકાગ્રતા, આત્મ વિશ્ર્વાસ, નિર્ણય શકિત, યાદશકિત વગેરેનો વિકાસ થાય છે. યોગ અને પ્રાણાયામ દ્વારા શરીર સ્વસ્થ, તન તંદુસ્તન અને માનસીક એકાગ્રતાને કેળવી શકાય છે. આજે સમગ્ર વિશ્ર્વ યોગા ડે ઉજવી રહ્યો છે. ત્યારે ગંગોત્રી સ્કુલના પ્રાથમીક તેમજ માઘ્યમિક વિભાગ અને અંગ્રેજી માઘ્યમના ૧૫૦૦ જેટલા વિઘાર્થીઓ દ્વારા યોગા અને પ્રાણાયામ કરી યોગ ડેની ઉજવણી કરી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીના ભાગ‚પે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળના પરિસરમાં કરાય હતી યુનિવર્સિટીના ઈ.ચા. કુલપતિ પ્રો. વિનોદ કુમાર ઝા, યુનિવર્સિટીના કા. કુલસચિવ ડો. મહેન્દ્રકુમારદ વે અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલીત સંસ્કૃત કોલેજના પ્રધાનાચાર્ય ડો. નરેન્દ્રકુમાર પંડયાએ દીપ પ્રાગટય કરીને વેરાવળ નગરના નામાંકીત એડવોકેટ કિશોરભાઈ કોટક અને ગીર સોમનાથ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ડો. વઘાસીયા પણ ઉપસ્થિત રહ્યા. આ યોગ દિવસ કાર્યક્રમમાં કુલ મળીને ૨૪૦૧ જેટલી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં યુનિ. પ્રાધ્યાપક ડો. જયેશ મુંગરા અને યોગ વિભાગની તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ સતત ધ્યાન દોરીને ઉપસ્થિત તમામ ૨૪૦૧ લોકો પાસે ૧ કલાક સુધી નિર્ધારીત યોગાસનો કરાવ્યા હતા જેમાં યુનિ. તરફથી નોડલ ઓફીસર ડો. મહેન્દ્રકુમાર દવે, સંયોજક પ્રો. વિનોદ કુમાર ઝા. કો.ઓર્ડીનેટર ડો. જયેશ મુંગરાએ તથા સમગ્ર યુનિ. સ્ટાફે કાર્યક્રમનો દોર સંભાળ્યો હતો.
કાર્યક્રમના અંતે યુનિ.ના કા. કુલસચિવ ડો. મહેન્દ્રકુમાર દવે એ સર્વે આમંત્રીત મહાનુભાવો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓનો તેમજ નગરજનોનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.