ખેતી એક સામાન્ય ધંધો છે તેમ વિચારી ઘણા લોકો તેની અવગણના કરતા હોય છે પરંતુ ઘણાં લોકો એવા છે જેમણે આ માનસિકતાને ખોટી સાબિત કરી છે. વૈજ્ઞાનિકોએ ખેતીની એવી ટેકનીક શોધી છે જેને જાણીને તમને અચરજ થશે. ચેન્નઇના એક યુવાને માટી વગરની ખેતી કરી બતાવી છે. તેને ખેતી કરવાની આ ટેકનીક એટલી પસંદ પડી કે તેને પોતાની આઇટી કં૫ની બંધ કરી ખેતીને જ પોતાનો વ્યવસાય બનાી લીધો. શ્રીરામ ગોપાલે જ્યારે માટી વગરની ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે તે માત્ર સામાન્ય કમાતો પરંતુ આજે તેનુ ટર્નઓવર ૨ કરોડ સુધી પહોંચી ગયું છે.
હકીકતમો તેને તેના એફ ફ્રેન્ડે પાણી વગરની ખેતીનો એક વિડિયો બતાવ્યો, તે શ્રીરામને એટલો પસંદ પડ્યો કે તેણે તે ચાલુ કરી દીધુ. અને તેના પિતાની જુની ફેક્ટ્રીની ખાલી જગ્યાને તેણે હાઇડ્રોપોનિક ટેકનોલોજી ખેતીમાં પરિવર્તીત કરી દીધું. આ ખેતીમાં ૯૦ ટકા ઓછા પાણીની જરુર પડે છે. અને સૌથી વધુ મુશ્કેલી ઉજ્જડ જમીનમાં પડે છે, જેનો ઉપાય વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે, જ્યારે પાણીનો વપરાશ ઘટી જાય ત્યારે સ્વાભાવિક વાત છે કે આવક વધી જાય છે.