વાદળોની સંતાકૂકડી વચ્ચે ચંદ્રગ્રહણ જોવા મળ્યું: જાથાનો રાજયકક્ષાનો નિદર્શન કાર્યક્રમ ગોંડલ યુ.એલ.ડી. ક્ધયા વિઘાલયમાં સંપન્ન: ૧૪૦૦ છાત્રોએ ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો જોયો
દેશ-દુનિયાના કરોડો લોકોએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અદભુત અવકાશી નજારો નિહાળી રોમાંચિત સાથે ભાવ-વિભોર બન્યા હતા. આકાશમાં ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારતજન વિજ્ઞાન જાથાની રાષ્ટ્રીય કચેરીએ ૪૦૦ જીલ્લામાં ગ્રહણ નિદર્શન કાર્યક્રમને ભારે સફળતા મળી હતી રાજયમાં ગ્રહણ સમયે નિર્દશન સાથે ચા-નાસ્તો કરી સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી નકારાત્મક ફળકથનોની ગામે ગામ હોળી કરી લોકોએ વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા. દેશમાં અમુક રાજયોમાં વાદળા બાધારુપ થયા હતા. પરંતુ વાદળાની સંતાકૂકડી વચ્ચે ગ્રહણ સ્પષ્ટ જોવા મળ્યું હતું.
જાથાનો રાજયકક્ષાનો કાર્યક્રમ ગોંડલ યુએલડી ક્ધયા વિઘાલયમાં ૧૪૦૦ છાત્રાઓની હાજરીમાં ગ્રહણ નિદર્શન સાથે ચા નાસ્તો કરી નકારાત્મક આગામીઓની હોળી કરવામાં આવી હતી. ટ્રસ્ટી જગદીશભાઇ વેકરીયાએ રાજયકક્ષા કાર્યક્રમનું ઉદધાટન કરી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા ફગાવવા અનુરોધ કર્યો હતો. પ્રિન્સીપાલ દેસાઇએ સ્વાગત કરી ક્ધયા વિઘાલયમાં થતી પ્રવૃતિઓનો ચિતાર આપ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલભાઇ ધડુક, રવજીભાઇ દેવાણી, રવજીભાઇ માંડણકા, સમગ્ર ટ્રસ્ટી મંડળે જાથાનો અવકાશી ધટના કાર્યક્રમને સહકાર આપી ૧૪૦૦ દિકરીઓને ગ્રહણની પળે પળેની માહીતી માટેની વ્યવસ્થા કરી આપી હતી છાત્રાઓ વહેલી પરોઢ સુધી ટેલીસ્કોપ, દુરબીન અને નરી આંખે ગ્રહણ નો સ્પષ્ટ નજારો નિહાળ્યો છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ રાજયમાં એકહજારથી વધુ નાના મોટા નગરો સ્થળો આશ્રમ છાત્રાલય મહાશાળામાં અને ખગોળપ્રેમીઓની મદદથી ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો નિદર્શન સાથે સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી નકારાત્મક આગાહીઓની હોળી કરી લોકોએ વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા.
જાથાએ દેશભરમાં લોકોને આકાશ તરફ નજર કરતાં થાય તે અભિયાનને ધીમે ધીમે સફળતા મળતી જાય છે રાજયમાં જાથાની અપીલનો જબરો પ્રતિસાદ સાંપડયો હતો.
જાથાના આગામી અમદાવાદ રાજકોટ ખાતે અધિવેશન યોજાનાર છે. જાથાની વિચારધારા ગમતી હોય તેવા નાગરીકોએ સંપર્ક મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર કરવા યાદીમાં જણાવાયું છે.