ગુજરાત રત્ન પૂ. સુશાંતમૂનિ મ.સા.ની ઉપસ્થિતિમાં
સમસ્ત જૈન સમાજને જોડાવવા બ્રહદ્ રાજકોટ સ્થા. જૈન સંઘના હોદેદારોની અપીલ; સમાજ શ્રેષ્ઠીઓ ‘અબતક’ના આંગણ
શ્રી નવકાર કરે ભવપાર, સમરો મંત્ર ભણો નવકાર, એ છે ચૌદ પૂર્વનો સાર, જે ગણે નવકાર તેને શું કરે સંસાર, જન અને જૈનો ગણ છે નવકાર, તેનો મહિમા છે. અપરંમપાર નમોકાર મંત્રને નવકાર મહામંત્ર પણ કહેવામાં આવે છે અને તે બધા મંત્રની માતા ગણાય છે. તે કોઈપણ પવિત્ર પુરૂષનામ લીધા વિના તમામ દેવીજીવોને સંબોધિત કરે છે. નવકાર મંત્ર વ્યકિતના પરીવર્તન માટે ખૂબજ મહત્વપૂર્ણ છે અને મનુષ્ય દ્વારા જાપ કરવામાં આવેલા સૌથી શકિતશાળી મંત્રનો જાપ કરવાના અંતિમ લાભો સાથે આશીર્વાદ આપે છે. જૈન ધર્મ અહિંસા અને અહિંસાના ગુણ ઉપરભાર મૂકે છે. નવકાર મહામંત્રી એક ગહન અને ખૂબજ શકિતશાળી મંત્ર છે. નવકાર મંત્રનો જાપ કરનાર વ્યકિતમાં નિર્ભયતા અને આત્મવિશ્ર્વાસ વધે છે. નવકાર મંત્ર એક દિવ્ય દ્રષ્ટીની જેમ કાર્ય કરે છે. તેમ ‘અબતક’ની મુલાકાતે આવેલા સ્થાનકવાસી જૈન સમાજના શ્રેષ્ઠીઓએ જણાવેલ હતુ.
રાજકોટમાં પર્વાધિરાજ પર્યુષણના રૂડા અને મંગલકારી દિવસ તા.૧લી રવિવારના સવારે ૬.૩૦ થી ૮ વિશ્ર્વ નવકાર દિવસનું અભૂતપૂર્વ આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વિશાળ એવા પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે કરવામાં આવેલ છે.
રાજકોટમાં ૩૬ સ્થાનકવાસી જૈન સંઘોમાંથી એક માત્ર સંત ગુજરાત રત્ન પૂ. સુશાંતમૂનિ મ.સ. ચાતુર્માસ ફલ્ય અર્થે મનહર પ્લોટ સ્થા. જૈન સંઘમાં બિરાજમાન છે. તેઓએ તથા ભારતભરમાં વિચરતા તમામ સંત સતીજીઓએ નવકાર ડેના દિવસે મોટી સંખ્યામાં જાપની આરાધના કરવા જબરદસ્ત પ્રેરણા કરેલ છે.
જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર રીજીયન, જૈનમ ગ્રુપના ઉપક્રમે તા.૧ રવિવારના સોનેરી સુર્યોદયે યોજવામાં આવેલ હોય જેમાં જૈન-જૈનેતર તથા તમામ લોકોને મોટી સંખ્યામાં ઉમટી પડવા નવકારનગરી રાજકોટના સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘોના સારથીઓ રોયલ પાર્ક સ્થા. જૈન સંઘના પ્રમુખ ચંદ્રકાંત શેઠ, સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશી, મનહર પ્લોટ સ્થા. જૈન સંઘના પ્રમુખ ડોલરભાઈ કોઠારી, અશોકભાઈ દોશી, જયેશભાઈ માવાણી, એન.વી. પારેખ, તથા નીતીનભાઈ દોશીએ અનુરોધ કર્યો છે.