ડેમ નવો બનાવવાનો નિર્ણય છતા કામગીરીના નામે મીંડુ

તંત્રની અણ આવડતને કારણે જામકલ્યાણપુર તેમજ દ્વારકા તાલુકાની જીવાદોરી સમાન સાની ડેમનું કરોડો લીટર પાણી દરિયામાં વહી ગયું છે.

જામકલ્યાણપુર તેમજ દ્વારકા તાલુકાની જીવા દોરી સમાન સાની ડેમ વર્ષોથી આ બંને તાલુકાની જનતાને પીવા તેમજ સિંચાઈમાં ઉપયોગ એવું પાણીનો સંગ્રહ કરતો આવ્યો છે સાથે છેલ્લા ૧૦ વર્ષોમાં તંત્રની મિલીભગતથી નબળા કન્સ્ટ્રક્શનને કારણે એક યા બીજી રીતે ક્ષતિગ્રસ્ત થતા ડેમના દરવાજા ન ખુલવા અથવા બંધ ન થવા જેવા બનાવો તેમજ ક્યારેક સંપૂર્ણ ડેમ ખાલી કરાયાઓ છે.

ત્યારે ગત વર્ષે આ ડેમને નવો બનાવવાનું ફાઇનલ થયું હતું પરંતુ સંપૂર્ણ એક વર્ષ વીતી જાવા છતાં તંત્રની હલકટાઈ ને કારણે  આ ડેમ ને નવો બનાવવાનું કામ શરૂ થયેલ નથી જેનો ભોગ પણ આ વખતે આ વિસ્તારની જનતા બનશે

આ વર્ષે શરૂઆત માં જ સારા વરસાદને કારણે લગભગ ડેમો, તળાવો ઓવરફ્લો થઈ જવા પામ્યા છે ત્યારે સની ડેમ ને કામગીરી માટે સંપૂર્ણ પાટિયા ખુલા રાખતા કાઢીયા  સુધી જ આ ડેમ માં પાણી સંગ્રહ થઈ શકશે બીજું કરોડો લીટર પાણી દરિયા માં વહી જવા પામ્યું છે .

તંત્ર ની અણઆવડત ને કારણે આજ આ બંને તાલુકા ના હજારો લોકો ને ઉનાળા માં પાણી ના અન્ય શોર્ષ ને આધારે રહેવા નો વારો આવે તેવી પૂર્ણ સંભાવના ઓ છે ત્યારે  ઘરના છોકરા ને  ઘંટી ચાટવા નો વારો આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.