ચાઈના અને ટેસ્લાના નિર્ણયને કારણે બજારમાં ભારે વેચવાલી: અનેક રોકાણકારો નાદાર
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ અતિ જોખમી છે જેના કારણે જ ભારતમાં ક્રિપ્ટો કરન્સીને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ક્રિપ્ટો કરન્સી શા માટે અતિ જોખમી છે તેનું વધુ ઉદાહરણ સામે આવ્યું છે. ગત અઠવાડિયામાં ક્રિપ્ટો કરન્સી વોલેટાઇલ ઝોનમાં આવી જતા અડધો અડધ રોકાણકારો નાદાર થયા છે.
એક આંકડા અનુસાર ગત એક જ અઠવાડિયામાં આશરે રૂ. ૬૦ લાખ કરોડ ક્રિપ્ટો કરન્સીમાં ડૂબ્યા છે. નોંધનીય છે કે, ગત અઠવાડિયામાં ક્રિપ્ટો કરન્સી ૩૦ હજાર ડોલર સુધી પહોંચ્યું હતું.
બીટકોઈનની સાથોસાથ અન્ય કરન્સી પણ ગગડી છે જેના કારણે વૈશ્વિક રોકાણકારોના આશરે રૂ. ૬૦ લાખ કરોડ ડૂબ્યા છે. ક્રિપ્ટો કરન્સીની કુલ માર્કેટ કેપ હાલના તબક્કે ૧.૪૯ ટ્રીલીયન દોલરે પહોંચી છે.
ક્રિપ્ટો કરન્સીમાં નીકળેલી વેચવાલીને કારણે રોકાણકારો અને માર્કેટની ખૂબ જ નકરાત્મક અસરનો સામનો કરવો લડી રહ્યો છે. અનેક મોટા રોકાણકારો જેમાં બીનાન્સ, વઝીરેકસ, વોએગર એન્ડ કોઈનબેસ સહિતનાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
એકાએક માર્કેટ ક્રેશ થઈ જવા પાછળના કારણોની જો સમીક્ષા કરવામાં આવે તો તેની પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે. જેમાં પ્રથમ તો વાહન નિર્માતા ટેસ્લા દ્વારા બીટકોઈનનો ઉપયોગ કરીને કાર ખરીદવા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. ટેસ્લા દ્વારા અમુક મહિનાઓ અગાઉ જ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ટેસ્લાએ તેના નિર્ણય પાછળ બીટકોઈનને ચલણ તરીકે સ્વીકારવા માટે જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે જેના માટે મેનપાવર તેમજ મશીનરીનો ઉપયોગ ખૂબ વ્યાપક કરવો પડે છે જેના કારણે ટેસ્લા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ટેસ્લાના નિર્ણય બાદ પણ રોકાણકારોમાં આશા હતી કે, માર્કેટને કોઈ વધુ ફરક નહીં પડે પરંતુ રોકાણકારોની આ આશા માર્કેટની સાથે ડૂબી ગઈ હતી.નોંધનીય છે કે, ટેસ્લાએ તેના બીટકોઈન રોકાણોને પણ છેલ્લા ત્રણ માસમાં સુવ્યવસ્થિત કરી લીધા છે.
બીજી બાજુ ચાઈનાએ નાણાંકીય વ્યવહારો પરથી જોખમ ઓછું કરવા ક્રિપ્ટો કરન્સી પર નિયંત્રણો લાદયા છે જેના કારણે રોકાણ પર ખૂબ મોટી અસર થઈ અને બજારમાં વેચવાલીની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ હતી. એક અનુમાન અનુસાર, ચાઈના વિશ્વભરના દેશોમાંથી ક્રિપ્ટો કરન્સીના ઉપયોગમાં સૌથી મોટો દેશ છે ત્યારે તેના આ નિર્ણયને કારણે ભારે વેચવાલી ઉભી થઇ છે.
આ બંને નિર્ણયોને કારણે ક્રિપ્ટો કરન્સી બજારમાં ભારે વેચવાલી ઉભી થઇ અને બજાર ધડામ પડ્યું. બજાર પડતાની સાથે અનેક રોકાણકારો નાદાર થયા છે. આ પ્રકારના જોખમ ભારતમાં ઉદ્ભવીત ન થાય તે બાબતને ધ્યાને રાખીને જ ભારતમાં ક્રિપ્ટો કરન્સીને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.