અલગ અલગ 8 થી વધુ જિલ્લાની હોકી ટીમોએ લીધો ભાગ તા.ર6 થી ર8 દરમિયાન યોજાશે ટુર્નામેન્ટ

ટુર્નામેન્ટમાં પસંદગી પામેલ ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ ઓલ ઈન્ડિયા ટુર્નામેન્ટનું કરશે પ્રતિનિધિત્વ

 

અબતક, રાજકોટ

હોકીએ ભારતની રાષ્ટ્રીય રમત છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા તથા હોકી રાજકોટ દ્વારા રાજયકક્ષા જુનીયર બોયઝ હોકી સ્પર્ધા અંડર 19નું આયોજન તા.ર6 થી ર8 દરમિયાન મેજર ધ્યાનચંદ્ર એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન ખાતે કરવામાં આવ્યું છે. અલગ અલગ જિલ્લાની આઠથી વધુ ટીમોએ હોકી સ્પર્ધામાં ભાગ લીધો છે. જેમાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, બનાસકાંઠા, નવસારી, વલસાડની ટીમો યચ્ચે મેચ રમાશે આ સ્પર્ધામાંથી પસંદગી પામેલ ખેલાડીઓ રાજયકક્ષાએ ઓલ ઈન્ડીયા ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આવતીકાલે સવારે 9.30 કલાકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે હોકી સ્પર્ધાનું ઉદઘાટન કરવામાં આવશે આ તકે મેયર ડો. પ્રદિપ ડવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. અબતક સાથેની વાતચીત દરમિયાન દેવર્ષિ રાચ્છએ જણાવ્યું હતુ કે ઘણા સમયથી હોકી રમી રહ્યો છું અને અનેક જગ્યાઓ પર હોકીની સ્પર્ધામાં ભાગ લીધો છે અને નેશનલ લેવલ પર પણ રમી આવ્યો છું હું મારૂ ભણતર અને સ્પોર્ટસ બંનેને મેનેજ કરૂ છું આવતીકાલથી અમારી અંડર 19 હોકી ટુર્નામેન્ટનું આયોજન થનાર છે. અમે ઘણા દિવસોથક્ષ સવારે અને સાંજે પ્રેકટીસ કરીએ છીએ આઠ ટીમો ભાગ લેનાર છે. પરંતુ અમે ખૂબજ મહેનત પ્રેકટીસ કરી છે તેથી અમને વિશ્ર્વાસ છે કે અમે જ ચેમ્પીયન બનીશું.

ઘણા દિવસોથી ટુર્નામેન્ટમાં ટીમને ચેમ્પિયન બનવા મહેનત કરીએ છીએ: કોચ મુસ્કાન કુરેશી

અબતક સાથેની વાતચીત દરમિયાન કુરેશી મુસ્કાનએ જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષથી હોકી રમુ છું હું અનેક ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે નેશનલ લેવલ પર પણ રમી ચૂકી છું મેજર ધ્યાન ચંદ ગ્રાઉન્ડમાં હેડ કોચ મહેશભાઈ દીવેચાની અંડરમાં જૂનીયરની બોયઝ ટીમને કોચીંગ આપું છું હોકી રાજકોટ અને મહાપાલિકાના સહયોગથી જૂનીયર બોયઝની ટુર્નામેન્ટ યોજાનાર છે. જેમાં આઠથી વધુ ટીમો ભાગ લેશે અમે પ્લેયરોને સવારે સાંજે પ્રેકટીસ માટે સ્પેશ્યલ કેમ્પ રાખવામાં આવ્યો છે. તેઓને હોકી મેચમાં કેવી રીતે ગોલ મારવો, ડિફેન્ડીંગ કેમ કરવું તેનું ગાઈડન્સ આપીએ છીએ ખૂબજ મહેનત કરી છે તેથી વિશ્ર્વાસ છે કે રાજકોટ ચેમ્પીયન બનશે જ. રાજકોટમાં હોકી માટેનું ઈન્ટરનેશનલ એસ્ટ્રોટોફ ગ્રાઉન્ડ છે. જેથી પ્લેયર્સ સારી રીતે રમી શકે છે.

 

ત્રી દિવસીય ટુર્નામેન્ટમાં પસંદગી પામેલા ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ ટુર્નામેન્ટમાં ભાગ લેશે: હેડ કોચ મહેશ દિવેચા

અબતક સાથેની વાતચિત દરમિયાન હોકીના હેડ કોચ મહેશભાઈ દિવેચાએ જણાવ્યુંં હતુ કે હોકીની રાજયકક્ષાની ટૂર્નામેન્ટ જે ર6 થી ર8 દરમિયાન રાજકોટ મહાપાલીકા અને હોકી રાજકોટના સહયોગથી યોજાનાર છે. હોકી રાજકોટ, હોકી ગુજરાત અને હોકી ઈન્ડિયા આ ત્રણ ફેકટર કામ કરે છે. હોકી ઈન્ડિયાએ ભારત સરકારના અંડરમાં કામ કરે છે. તેમાંથી જ આપણી રાષ્ટ્ર કક્ષાની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ટીમ બને છે. તેના અંડરમાં હોકીગુજરાત હોકી રાજકોટ છે. રાજકોટ ખાતે જૂનીયર લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટીમમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ બધા જે ગુજરાત રાજયની ટીમ વતી રમશે અને ઈન્ડીયા લેવલે પફોર્મન્સ આપશે.

આમાં ખેલાડીનું અને જે તે જિલ્લાના પ્રતિનિધિ આવે તેનું રજીસ્ટ્રેશન જરૂરી છે. હોકી ઈન્ડિયા અને હોકી ગુજરાતે રજીસ્ટર કરેલા પ્લેયર્સ, જિલ્લાનો ભાગ લઈ શકશે. ત્રણ દિવસની ટુર્નામેન્ટ માટે અલગ અલગ જિલ્લાની 10 ટીમો ભાગ લેશે જેમાં બરોડા, અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી સુરત, વલસાડ, નવસારી વગેરે આ ટુર્નામેન્ટમાં વિજેતા થશે તેમાંથી 30 પ્લેયર્સની પસંદગી થશે તેમાંથી 18 ખેલાડીઓ રાષ્ટ્ર કક્ષાએ રમવા જશે તમીલનાડુ ખાતે સ્પર્ધામાં ભાગ લેવા જશે. ગુજરાતમાં હોકી ખૂબજ ઓછા જિલ્લાઓ હોકી રમી રહ્યા છે. સરકાર સતત પ્રયાસો કરે છે જેમાં ખેલ મહાકુંભ, નાની ટુર્નામેન્ટ કરે છે. જેથી આપણી નેશનલ રમત ગુજરાતમાં ડેવલોપ થાય.

વર્ષે 30 ખેલાડીઓ ગુજરાત રાજયની ટીમમાંથી પ્રતિનિધિત્વ કરે છે તે ખૂબજ ગર્વની બાબત છે. રાજકોટ મહાપાલિકાએ મોટી ભેટ આપી તે છે એસ્ટ્રોટેક ગ્રાઉન્ડ જેના માટે તમામ અધિકારી, પદાધિકારીનો આભાર માનું અને બાળકો આ ગ્રાઉન્ડનો લાભ લઈ રહ્યો છે. અને અહીંથી જ તેઓ નેશનલ રમવા જાય છે. આ ત્રી દિવસીય ટુર્નામેન્ટમાં જે ટીમો રોકાશે તેમને પૂરેપૂરી સુવિધા મળશે જેમાં દાનથી લઈ મેડિકલ ભોજન, રહેવાનું અમ્પાયરોનું ભોજન નિવાસ ટીએ ડીએ બધી જ વસ્તુઓ હોકી રાજકોટ અને મહાપાલિકા પૂરી પાડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.