સરકાર સામે વિરોધ નોંધાવી પાકવીમો તાત્કાલિક ચુકવવા માંગ કરી

ચાલુ સાલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય જેને પગલે ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હજુ સુધી પાક વીમો નહીં મળતા ગઈકાલે રાજયભરના ૧ લાખ જેટલા ખેડૂતોએ ડિજિટલ આંદોલનમાં જોડાઈ સરકાર સમક્ષ પાક વિમો તાત્કાલિક મળે તેવી માંગ કરી હતી. ખેડૂતોએ પોતાના પાકો ઉપર પ્રીમિયમ ભરીને પાક વીમો ઉતાર્યો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પણ પ્રીમિયમ ભરીને પોતાના પાકો નો વીમો ઉતારવામાં આવ્યો હતો ત્યારે બંને સીઝન નિષ્ફળ નિવડતા ખેડૂતો પોતાના ખેતરોનો પાક નિષ્ફળ જતા આ પાક વીમો મેળવવાના પૂરેપૂરા હકદાર છે કે સરકાર દ્વારા આ બાબતે સર્વે પણ કરવામાં આવ્યું હતું. તે છતાં પણ હજુ સુધી પાકવીમો ચુકવવામાં આવતા ખેડૂતોમાં રોષ નો માહોલ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લા અને સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા કોરોના ની માહમારી વચ્ચે પાક વીમા ચૂકવવા માટે સરકાર સામે ડિજિટલ આંદોલનની શરૂઆત કરવામાં આવ્યું છે જેમાં ગત રવિવારે એક લાખ કરતા પણ વધુ ખેડૂતો હોય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી સરકાર સામે પાક વીમો ન ચુકવતા વિરોધ નોંધાવ્યો હતો અને આગામી સમયમાં તાત્કાલિક પને પાક વીમો ચૂકવવા માંગ કરવામાં આવી હતી. ખેડૂતો દવારા ગઈ કાલે પાક વીમો ચૂકવવા માટે સરકાર પાસે ડિજિટલ આંદોલન કરી પાક વીમો તાત્કાલિક ચૂકવા માગ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.