સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનાં કરોડો યૂઝર્સનાં પાસવર્ડ ઈન્ટર્નલી લિક થયા છે. કંપનીએ યૂઝર્સનાં પાસવર્ડ પ્લેન ટેક્સ્ટમાં સેવ કર્યા હતા. કર્બ્સ સિક્યોરિટીના જણાવ્યા અનુસાર એવું અનેક વર્ષ સુધી ચાલ્યું અને સામાન્યરીતે ફેસબુકમાં કામ કરતા કર્મચારીઓ તેને એક્સેસ કરી શકતા હતા. સામાન્યરીતે પાસવર્ડને એન્ક્રિપ્શન સાથે પ્રોટેક્ટ કરવામાં આવે છે.
ફેસબુકે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે, કંપનીએ યૂઝર્સનાં પાસવર્ડ પ્લેન ટેક્સ્ટમાં સેવ કર્યા છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે, કોઈ એકાઉન્ટનો મિસયૂઝ થયો હોય તેવું હજી સુધી સામે નથી આવ્યું. અંદાજે 200થી 600 મિલિયન ફેસબુક યૂઝર્સ આ ઘટનાથી પ્રભાવિત થયા છે.
ફેસબુકે કહ્યું કે, જે યૂઝર્સનાં પાસવર્ડ સાથે છેડછાડ થઈ છે તેમને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે અને તેમનાં પાસવર્ડ બદલવાનું કહેવામાં આવી રહ્યું છે. ફેસબૂકે એમ પણ કહ્યું કે હવે આ મુશ્કેલીને સોલ્વ કરી દેવામાં આવી છે. સાથે ફેસબુકે પોતાની વોલ પોસ્ટમાં Keeping Password Secure હેડલાઈન સાથે એક પોસ્ટ કરી છે.