Surendranagar News

કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓ પાયમાલ બની ગયા હતા. જેમાં ખારાગોઢાના રણમા દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, સોની સહકારી, કૃષ્ણા સહકારી, રામ સહકારી, દસાડા હરિજન સહકારી, ડી.વી.એસ.સહકારી, અંબિકા સહકારીમાં મળીને આશરે 200 જેટલા પાટામાં કેનાલનું ચિક્કાર પાણી ફરી વળતા મીઠું પકવતા અગરિયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

Millions of cusecs of Narmada canal water wastage in Kharaghoda desert: Tantra as a bystander
Millions of cusecs of Narmada canal water wastage in Kharaghoda desert: Tantra as a bystander

હાલમાં રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 2,000થી વધુ અગરીયાઓએ પોતાના પરિવારોજનો સાથે “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરું કામ કરવા રણમાં ધામા નાખ્યા હતા. ત્યારે પહેલા કચ્છના નાના રણમાં આવેલા ખારાગોઢા રણના રણ વિસ્તારમા સર્વે સેટલમેન્ટમા નામ હોય તેમને જ પ્રવેશનો વિકટ પ્રશ્ન સામે આવ્યો હતો. બાદમાં રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયાઓ પોતાના મીઠાના પાટાઓ ભરીને તૈયાર કર્યા હતા. ત્યાં કચ્છના નાના રણના ખારાગોઢાના રણમા દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, સોની સહકારી, કૃષ્ણા સહકારી, રામ સહકારી, દસાડા હરિજન સહકારી, ડી.વી.એસ.સહકારી, અંબિકા સહકારીમાં મળીને આશરે 200 જેટલાં મીઠાના પાટામાં કેનાલનું ચીક્કાર પાણી ફરી વળતા મીઠું પકવતા અગરિયાભાઈઓની રોજી પર વધુ એક મુસીબત આવી હતી.

રણમાં દોઢસોથી વધુ પાટાઓ બનતા બંધ થયા: બચુભાઇ દેગામા

રણમાં દેગામ, સવલાસ અને હિંમતપુરા તથા અંબિકા રણમાં દર વર્ષે નર્મદાનું ચિક્કાર પાણી આવતા દેગામ સહિતના રણમાં દોઢસોથી વધુ જેટલા મીઠાના પાટા છેલ્લા પાંચેક વર્ષથી બંધ થતાં એ અગરિયા પરિવારોને મજૂરી કામ અર્થે સામુહિક હિજરત કરવાની નોબત ઉભી થઇ હતી. આ અંગે નર્મદા વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.આર.પટેલે જણાવ્યું કે મીઠું પકવાતા અગરિયાઓની આ બાબતની ફરિયાદ મળી છે. જે અંગેની તાકીદે તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.