તંત્રની મીઠી નજર હેઠળ લોકોનાં આરોગ્ય સાથે ચેડા: ૧૦૦ તેલના ડબ્બામાંથી નમુનો લઈને લેબ પરીક્ષણમાં મોકલતા ફફડાટ

ઉના પંથકમાં સિંગતેલ, કપાસીયા તેલનાં નામે ડિસ્કો તેલનું તંત્રની મીઠી નજર હેઠળ લાખો રૂ‚પિયાનું વેચાણ થતું હોય અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. ઉનામાં અમરેલી ટેમ્પમાં દરરોજ ડિસ્કો તેલનું ધુમ વેચાણ ચાલી રહ્યું છે. આ ડુપ્લીકેટ તેલનો કાળો કારોબાર છાને ખૂણે ચાલુ જ છે. શુક્રવારે અમરેલીથી શંકાસ્પદ તેલનો જથ્થો ઉનામાં જી.જે.૦૫ વાય ૯૦૯૯ નંબર ટેમ્પો ઉના ૪ થી ૫ વેપારીઓનો માલ આવતા ગન્ની માર્કેટના પાછળના ભાગે ઉભેલા એક જાગૃત નાગરિક ઉભેગા ટેમ્પોના ચાલકને પુછપરછ કરતા શહેરના અલગ-અલગ ત્રણ વેપારીએ સ્થાનિક દલાલ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જેથી માલ શંકાસ્પદ ડબ્બા ૧૦૦થી વધુ શંકાસ્પદ સિંગતેલનો વેચાતો જથ્થો ટેમ્પામાં હોવાથી દેશીધાણી સિંગતેલના લોકો સાથે ચેડા થઈ રહ્યા હતા. શંકાસ્પદ જથ્થો જાગૃત નાગરિક ખબર પડતા વેપારીઓ દોડાદોડી કરવા લાગ્યા હતા.

જેથી ફુડ ઈસ્પેકટરને ફોન કરતા ચીફ ઓફિસર પરમાર ફુડ ઈન્સ્પેકટર ગુજર તેમજ સ્ટાફના સુરેશ ગોપલાણીને મળતા ગનીમાર્કેટના પાછળના ભાગે ઉભેલ ટેમ્પો ચાલકને પુછતા અમરેલી તેલ આવેલ જણાવેલ પરંતુ ૧૦૦ સિંગતેલનાં પાકા બીલ ન હોય જેવી તેલના નમુના લેવામાં આવ્યા હતા અને લેબ પરીક્ષણ માટે મોકલીને રીપોર્ટ આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.