હિતેશ રાવલ – સાબરકાંઠા
ચેસિસ નંબરથી આપણે સૌ વાકેફ છીએ જેના કારણે જો ગાડીના માલિકનું સરનામું શોધવું હોય તો શોધી શકાય છે. ત્યારે સાબરકાંઠામાં ચેસિસ કૌભાંડની ઘટના બની છે.આ ઘટનામાં આરોપી કમલ હસન ઝડપાયો છે. અમદાવાદના નરોડાથી એક વર્ષ પહેલા કમલ હસનની બદલી હિમતનગર કરાઈ હતી. તેણે અમદાવાદના નરોડામાં વર્કસ મેનેજરના કાર્યકાળમાં ૫૨૦૦ બસો બનાવવાને બદલી ૩૯૧૫ બસો બનાવી ચેસીસના ભાવમાં વધારો કર્યો હતો.
ત્યારબાદ તેણે ટેન્ડર પ્રક્રિયા વિના રૂ.૪.૮૨ કરોડની નિયમ વિરુદ્ધ ચેસીસની ખરીદી પણ કરી હતી. ત્યારબાદ હવે આ કેસમાં વધુ તપાસ કરતાં ST ના રૂ.૮.૮૫ કરોડના ચેસીસ કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ત્રણ સભ્યોની ટીમે તપાસના રીપોર્ટ આપ્યા ST નિગમે કાર્યવાહી હાથ ધરી હતી. તેના આ કૃત્ય બદલ DC કમલ હસનને હિંમતનગરથી સસ્પેન્ડ કરી જુનાગઢ બદલી કરવામાં આવી છે.