વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના વિરાટ લોકતંત્રની જેમજ અર્થતંત્ર પણ વિરાટ હોવું જોઈએ અનેક પડકારો અને વિપરીત પરિસ્થિતિમાં સામા પૂરે ચાલવાની ભારતીય આર્થિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી મૂલવીએ તો ભારતની સ્થિતિ આર્થિક મોરચે દિવસે-દિવસે વધુને વધુ સદ્ધર થતી જાય છે, ભારતની વિરાટ વસ્તી અને આર્થિક સંચાલન માટે વિકાસ દર વધે તે અનિવાર્ય છે.
ભારતના અર્થતંત્ર અને વહીવટી સંચાલન ફૂલગુલાબી તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક વિકાસની સાથે-સાથે ભારતના નાગરિકોની સ્વાયતા સંપત્તિમાં પણ વધારો સંતોષજનક રીતે આગળ વધી રહ્યો છે. એશિયાના પ્રતિષ્ઠિત ધનપતીઓમાં મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. આજ રીતે 2022ની સરેરાશ સંપત્તિનો આંકડો માંડીએ તો દેશના પ્રત્યેક પુખ્ત નાગરિક રૂપિયા દસ લાખનો આસામી બની રહેવા પામ્યો છે. રાજકોષીય સંપતિ જાહેર સંપત્તિની સાથે-સાથે મૂડી બજારમાં પણ ભારતની આર્થિક સધ્ધરતા દિવસે-દિવસે સંગીત બનતી જાય છે શેરબજાર પણ નવા કીર્તિમાન સર કરવા આગળ વધી રહ્યું છે. અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલરનું કદ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, લખપતિ મહાજનના દેશ તરીકે ભારત માટે અર્થતંત્રનું આ ટાર્ગેટ હથેળીના ગોળ જેવું ગણી શકાય, જે દેશના પુખ્ત નાગરિકોની વ્યક્તિગત મુડી નો આંકડો એક બે નહીં પુરા દસ લાખ ને આબતો હોય તે દેશનું અર્થતંત્ર કેવું અદભુત ગણાય !
મહાજન જેના માંડવે બેઠા હોય તેને કોઈ ચિંતા કરવાની જ ન હોય, અર્થતંત્ર ના ખરા ધરોહર તરીકે કૃષિ પ્રવૃત્તિ માં દેશની પ્રગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે ઉપરાઉપરી સારા વરસ સવા સોળ આની વરસ પાકવાની આ વર્ષે હેટ્રિક સર્જાવાની છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે રવી અને ખરીફ બંને પાકોની ટેકાના ભાવ ની સપાટી માં વધારો, ઉત્પાદન વધારાલક્ષી યોજનાઓ અને આયાતની અવેજીમાં ઘરેલું પેદાશોના વપરાશ થી વિદેશી હુંડિયામણ નો બચાવ અને કૃષિ ઉત્પાદનના વૃદ્ધિના ખુલ્લા રસ્તાઓથી દેશની સમૃદ્ધિ માં હજુ નિરંતર વધારો થાય તે નિશ્ચિત છે કોઈ પણ દેશને વિકાસ કરવો હોય તો સૌપ્રથમ તેના નાગરિકોને સમૃદ્ધ બનાવવા પડે ભારતે આ પડાવ પાર કરી લીધો છે ભારતના નાગરિકોની સંપત્તિ દસ લાખે પહોંચી છે જે ભારત માટે સિદ્ધિથી જરા પણ કમ નથી.
ઔદ્યોગિક વિકાસ સ્ટાર્ટ અપ મે ક ઈન ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા થી દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન સ્વરોજગારી જેવા પરિબળો ઉભા કરવામાં આવે છે ત્યારે સાથે સાથેકોઈપણ રાષ્ટ્રની રાજકોષીય સંપત્તિની સાથે-સાથે વ્યક્તિગત નાગરિકોની માથાદીઠ આવક અને મૂડી ખરી સંપત્તિ ગણવામાં આવે છે ભારતના દરેક નાગરિકના માથાદીઠ સંપત્તિ નો આંકડો 10 લાખને પાર કરતો હોય તે દેશને આર્થિક મોરચે કોઈ પડકાર ના આપી શકે !! ભારતના અર્થતંત્રની નક્કર અને સધ્ધર સ્થિતિ હજુ વધુ ને વધુ સદ્ધર બનતી જશે તેમાં બેમત નથી જેના માંડવે એકાદ મહાજન નું આગમન થાય તેને કશી જ ચિંતા રહેતી નથી પરંતુ આપણા દેશમાં તો જન જન મહાજન લખો પતિ નાગરિકોના દેશ એવા ભારતના અર્થતંત્રને કશી જ વાતની કમી નથી લાખોપતિ ભારતીય રૂપે મહાજન જ્યારે માંડવે બેઠા હોય ત્યારે કોઈ ચિંતા રહેતી નથી દેશનું અર્થતંત્ર સધ્ધર છે અને હજુ વધુ ને વધુ સધ્ધર બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમાં બેમત નથી