ફિલ્મ પ્રોડ્યુસર મીનલબેન પંડ્યા પરાગભાઈ પંડ્યાએ અબતકની મુલાકાત દરમિયાન ખોલ્યા ફિલ્મ નિર્માણના “રાઝ”
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો દાયકો ફરીથી શરૂ થયો છે અને ઓસ્કાર નોમિનેશન સુધી હવે ગુજરાતની ફિલ્મો પહોંચી ચૂકી છે ત્યારે વધુ એક પ્રેરક સંદેશા સાથેની ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે ફક્ત ની મુલાકાતે આવેલા મિલેનિયમ ફિલ્મ પ્રોડક્શન ના ડાયરેક્ટરો અને નવી આવનારી ફિલ્મ ની ટીમે મન મૂકીને વાતચીત કરી હતી
અબ તકની મુલાકાતે આવેલા મિલિયન ફિલ્મ ડાયરેક્ટર અને વ્યવસાયે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર પરાગભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મમાં સમાજને બોધ આપનારી ફિલ્મો આપવાની મને તમન્ના હતી. હું દુનિયા ફર્યો છું ઘણી બધી સામાજિક વ્યવસ્થા જોઈ છે તેમાં ભારતની મહિલા લક્ષી સમાજ વ્યવસ્થા કંઈક અલગ છે હવે દુનિયા બદલાય છે ત્યારે ભારત પણ બદલાઈ ચૂક્યું છે, આપણા સમાજમાં દીકરીઓનું ખૂબ માન મરતબો જળવાય છે પરંતુ હવે સમાજ સાથે દીકરીઓને પણ બદલાતા શીખવું પડશે એક જમાનો હતો દાદા દાદી ની વાર્તામાં દીકરીને એવું કહેવામાં આવતું હતું કે એક સફેદ ઘોડા ઉપર રાજકુમાર આવશે અને તેને લઈ જશે, દીકરીઓ રોમાંચ અનુભવતી અને ઈશ્વર પાસે એ દિવસની પ્રતીક્ષા કરતી હતી પરંતુ હવે જમાનો ફરી ગયો છે હવે ક્યાંય કોઈ રાજકુમાર આવવાનું નથી દીકરીઓને સમાજ વચ્ચે રહેવાનું છે, એટલે દીકરીઓ આત્મ નિર્ભર બને તે જરૂરી છે.
આ માટે જ અમે ગુજરાતી ફિલ્મ વર્જિનિટી ડીલ, નું નિર્માણ કર્યું છે આ ફિલ્મ માં પરાગ પંડ્યા નિશા જાડેજા રોહન બારોટ અને તપન વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે પોતાની ભૂમિકા અંગે પરાગભાઈ પંડ્યા જણાવ્યું હતું કે હું એક પૈસાદાર ના પાત્રમાં છું અને હિરોઈન જે તરુણાવસ્થા પસાર કરી રહેલી છોકરી છે તેની સાથે એગ્રીમેન્ટ કરનાર નું પાત્ર કરું છું, ફિલ્મમાં એક પૈસાદાર વ્યક્તિ એક છોકરી પાછળ પૈસા રોકે છે જોનારાઓને એમ થાય છે કે આ આધેડ છોકરીનું શોષણ કરવાની ફિરાગમાં છે પરંતુ ખરેખર એ આધેડ તરુણ છોકરીનું રક્ષણ કરતો હતો આ ફિલ્મમાં દીકરીઓને એવી રીતે આત્મ નિર્ભર બનવું તેની વાત છે આ ફિલ્મ નામ ભલે અંગ્રેજી જવું હોય વર્જિનિટિ દિલ પણ ગુજરાત અને ભારતની સમાજ વ્યવસ્થાને તે પસંદ પડશે સાથેની વાતચીતમાં પરાગભાઈએ જણાવ્યું હતું કે આ ફિલ્મ સમાજની વાસ્તવિક સ્થિતિ અને બોધપાઠ આપનારી બની રહેશે અને તમામ વર્ગના લોકો તેને આવકારશે અને તે સુપરહિટ જશે