દુધ પીતા હૈ ઈન્ડિયા

ડેરી ઉદ્યોગ દ્વારા આગામી દાયકામાં ૧.૨ કરોડ કરતા વધારે રોજગાર સર્જના થવાની સંભાવના વ્યકત કરતા ગુજરાત કો.ઓપ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના એમ.ડી. સોઢી

દેશમાં ‘શ્ર્વેતક્રાંતિ’ના સર્જક જોસેફ કુરીયને અમુલની સ્થાપના સમયે જોયેલુ સ્વપ્ન સાકાર થઈ રહ્યું હોય તેમ દેશમાં અન્ય ક્ષેત્રોની જેમ દુધ ઉત્પાદનમાં પણ ‘અચ્છે દિન’ આવે તે દિવસો હવે દૂર નથી ભારતમાં પશુપાલનના વ્યવસાય માટે યોગ્ય વાતાવરણ સર્જાય રહ્યું હોય આગામી દશકામાં હાલના દુધના ઉત્પાદનમાં ડબલ વધારો થઈને દરરોજનું ૧૦૦ કરોડ લીટર થવાની શકયતા નિષ્ણાંતોએ વ્યકત કરી છે. હાલમાં દેશમાં દરરોજ ૪૩ કરોડ લીટર દુધનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ગુજરતા કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજીંગ ડાયરેકટર, આર.એસ. સોઢીએ ગઈકાલે અમદાવાદમાં સીઆઈઆઈના પશ્ર્ચિમ પાંખની બેઠકમાં ‘ઈન્ડસ્ટ્રીઝ એઝ નેશન બિલ્ડર ફોર ન્યુ ઈન્ડીયા’ અંગેની ગ્રુપ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતુ કે હાલમાં આપણા દેશમાં દરરોજ ૪૩ કરોડ લીટર દુધનું રોજનું ઉત્પાદન થાય છે. જેમાં ઓર્ગેનાઈઝ સેકટરમાંથી ૯ કરોડ લીટર દુધનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદન આગામી ૧૦ વર્ષમાં ૩૦ કરોડ લીટર પ્રતિ દિવસ જેટલુ વધવાની સંભાવના છે. જેના સીધો અર્થ એ છે કે દેશનાઓર્ગેનાઈઝ ડેરી ઉદ્યોગમાં આગામી દશકામાં ૧.૨ કરોડ નવી નોકરીનું નિર્માણ થવાની શકયતા છે ઓર્ગેનાઈઝ ડેરી ઉદ્યોગ દ્વારા થતા દુધ ઉત્પાદન કરતા નોન ઓર્ગેનાઈઝ ડેરી ઉદ્યોગ દ્વારા થતા દુધ ઉત્પાદનની માત્રા અતિશય વધારે છે. જેમાં પણ વર્તમાન સ્થિતિને જોતા ભારે વધારો થવાની સંભાવના છે.

સોઢીએ ડેરી ઉદ્યોગનું આધુનિકીકરણ કરવાનો પડકાર સમાન ગણાવીને જણાવ્યું હતુ કે ગ્રામીણ વિસ્તારોમાંથી યુવાનો નોકરીની શોધમાં સમયાંતરે શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. જે કે તેમને બતાવવાનો સમય આવી ચૂકયો છે. કે હવે ગ્રામીણ ભારતમાં પણ તેમના માટે પૂરતી તકો છે. ગ્રામીણ ભારતમાં ડેરી ઉત્પાદનોની માંગ છે. અને રહેવાની છે અને રહેશે હકિકતમા ડેરી અને ખાધ ઉદ્યોગમાં બે આંકડામાં વધારો થવા પામ્યો છે. કોઈપણ ઉદ્યોગ આગામી ૪૦ થી ૫૦ વર્ષમાં બે આંકડામાં વધારાની ખાતરી આપી શકે તેમ નથી ડેરી ક્ષેત્રમાં નોકરીની તકોના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઉદ્યોગ અને સરકાર તરફથી ટેકો મહત્વપૂર્ણ છે. ઉદ્યોગોએ ડેરી ઉત્પાદનોની પ્રક્રિયા અને માર્કેટીંગમાં રોકાણ કરવું જોઈએ કારણ કે તે નોકરીના સર્જન કરવામાં મદદ કરશે.

સરકારે ડેરી ઉદ્યોગના મૂળમાં રહેલા જમીન વિહોણા અને સીમાંત ખેડુતોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ બજેટમાં પશુધન ક્ષેત્રમાં ફાળવણીમાં નોંધપાત્ર વધારો કરવો જોઈએ આપણે યુવાનોને રોજગારી આપવાની જ‚રીયાતની વાત કરીછે બે હજાર એન્જીનીયરીંગ સંસ્થાઓમાંથી હજારો એન્જીનીયરોને દાયકા વર્ષો જૂની ટેકનોલોજી શીખવે છે. તેઓ ભવિષ્યની ટેકનોલોજી શીખવતા નથી તેઓ ઉદ્યોગ સાહસીક બનાવતા નથી જો તમારે રોજગારનું સર્જન કરવું હોય તો તમારે અપડેટ થવુ પડશે આ એક રાષ્ટ્રીય કટોકટી જેવી બાબત છે. તેમાં સીમેન્સ લિમિટેડના મેનેજીંગ ડીરેકટર અને સીઈઓસુનિલ માથુરે આ ચર્ચા દરમ્યાન જણાવ્યું હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.