દૂધના ભાવો તાત્કાલીક વધારવા પશુપાલકોની માંગ
હળવદ સહિત મોરબી જિલ્લાના પશુપાલકો કપરી પરિસ્થિતિમાં મુકાય ગયા છે કારણ કે હાલ ઉનાળાની સિઝનમાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે.ઉપરથી પશુઓનો આહાર,ઘાસચારો પણ મોંઘો થયો હોવાથી પશુપાલકોને પશુધનને નિભાવ કરવામાં ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો.પડી રહ્યો છે.આ સંજોગોમાંમાં દૂધના ભાવોમાં વધારો થાય તો જ પશુપાલકોની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય તેમ છે. નહિતર પશુપાલકોને પશુ નિભાવવાનો પરંપરાગત વ્યવસાય છોડવા મજબૂર બનવું પડશે.
મોરબી જિલ્લા દૂધ સંઘના ડિરેક્ટર નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ રાણાએ દૂધ ફેડરેશનના એમ. ડી. શ્રી સોઢી ને રજુઆત કરી હતી કે, હાલ ઉનાળાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની ગરમીને કારણે દૂધ ઉત્પાદન પણ ધટી ગયું છે.તેમજ પશુનો આહાર ખાણદાણ, ખોળ, ઘાસના ભાવો વધારે છે.પણ ગતવર્ષ કરતા હાલમાં દૂધના ભાવ બહુ જ ઓછા છે. હાલમાં દૂધના ફેટ દીઠ 6.35 રૂપિયા પશુપાલકોને મળે છે.આ દૂધના ભાવો બહુજ ઓછા છે. અને એક પાછલા ઘણા સમય થી દૂધના ભાવમાં વધારો કર્યો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું પણ પહેલા એક પશુપાલક છું બાદમાં ડિરેક્ટર. મે પણ બાર પશુની સરકારની યોજના મુજબ લોન લઈ ગૌશાળા કરી છે. પરંતુ પૂરતા ભાવ ન મળવાના કારણે દરેક ખર્ચ કાઢતા મોટી નુકસાની થાય છે.આ પરિસ્થિતિ સામે દરેક પશુપાલકને પણ કોઈ વળતર મળતુ નથી. પશુપાલકોની હાલત બહુ જ ખરાબ છે.એક તો દૂધ ઓછું મળે છે ઉપરથી પશુનો આહાર મોંઘો છે.એમાં પશુપાલકો કેવી રીતે પશુઓનો નિભાવ કરવાની સાથે પોતાના ઘરનું ગુજરાન ચલાવે? જો દૂધના ભાવો નહિ વધારાય તો પશુપાલકોને પશુઓના નિભાવ કરવાનો વ્યવસાય છોડવો પડશે.જો આપણે ભાવ નહીં વધારીયે, તો પ્રાઇવેટવાળા ઉચા ભાવ આપી દૂધ લઈ જશે.જેના કારણે આપણી મંડળીઓ તથા દુધ સંઘને નુકસાન થશે.તેથી તુરંત દૂધના ભાવ વધારવા તેમણે માંગણી ઉઠાવી છે.