1લી ફેબ્રુ.થી દુધ મંડળીઓને કિલો ફેટના રૂ. 770 ચુકવાશે કલાઈમેન્ટ ચેન્જની અસરોને ધ્યાને લઈ દુધ ઉત્પાદકોના આર્થિક હિતમાં સંઘ નિયામક મંડળનો આવકારદાયી નિર્ણય
રાજકોટના પશુપાલકો દુધ ઉત્પાદકો માટે શુકનવંતા નિર્ણયમાં 1 ફેબ્રુ.થી દુધના ખરીદ ભાવમાં રૂ.10નો વધારો કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગો2ધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વા2ા સંઘ સાથે જોડાયેલા હજા2ો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. હાલની કલાઈમેન્ટ ચેન્જ ઈફેકટ અને અતિશય ઠંડીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા .10/-નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા .770/- ક2વા નિર્ણય નક્કી કરેલ છે.
અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા .760 ચુકવવામાં આવી રહયો છે . ગયા વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા . 670 / – હતો જેની સ2 ખામણીએ આ જાહે2ાતથી દૂધ ઉત્પાદકોને રૂા .100 વધુ મળશે. દૂધ સંઘ દ્વારા તા . 01/02/2023 થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા . 770 / – ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા . 765 / – ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ 50 હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહે 2ાત દૂધ સંઘના અધ્યક્ષ ગો2ધનભાઈ ધામેલીયા ત2ફથી ક2વામાં આવેલ છે.