વિવિધ માંગણી પ્રશ્ર્ને માલધારી સમાજે હડતાલનું હથીયાર ઉગામું: ડેરી ફાર્મ પણ બંધ રહ્યા, દુધ લેવા મોડી રાત સુધી લોકોની દોડધામ
ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરના માલધારી સમાજ દ્વારા હડતાલનુ: હથીયાર ઉગામવામાં આવ્યું છે આજે માલધારીઓ દ્વારા દુધનું વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. રાજકોટમાં ચાના થડા પણ બંધ રહ્યા હતા. આજે દુધ વિતરણ બંધ હોવાના કારણે મોડી રાત સુધી દુધ લેવા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ સામાન્ય છમકલા પણ થયા હતા. રાજકોટ ડેરી દ્વારા આજેદુધ વિતરણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
તાજેતરમાં શેરથામાં માલધારી સમાજનું એક વિશાળ સંમેલન મળ્યું હતું. જેમાં સમસ્ત યદુવંશી ગોપ ભરવાડ સમાજના ગુરુ ગાદી ધર્મગુરુ ઘનશ્યામપુરી બાપુ સહિતના સંતોએ ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવા સહિતની વિવિધ માંગણીઓ સાથે આજે ર1મીએ રાજયભરમાં દુધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી હતી. જેના પગલે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દુધ વિતરણ બંધ રહ્યું હતું.
ખાનગી ડેરોઓ બંધ રહી હતી. ચાના થડાના સંચાલકો પણ આંદોલનમાં જોડાયા હતા અને પોતાના થડાઓ બંધ રાખ્યા હતા. બુધવારે દુધ વિતરણ બંધ હોવાની વાત વાયુવેગે રાજયભરમાં ફેલાય જતા મંગળવારે મોડી રાત સુધી દુધ લેવા માટે લોકો દોડધામ કરતા રહ્યા હતા. અનેક દુકાનો અને ડેરીઓમાં દુધનો સ્ટોક ખલાસ થઇ ગયો હતો. દરમિયાન રાજકોટ ડેરીએ આજે દુધ વિતરણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો અને મોડી રાત્રે જ મોટાભાગની ડેરી અને ડેપો ખાતે દુધ પહોચાડી દેવામાં આવ્યું હતું. રાજકોટમાં આજે બે હજારથી દધુ ચાના થડા પણ બંધ રહ્યા હતા. શહેરના કોઠારીયા રોડ પર પ0 ફુટના રોડ પર આવેલી માલધારી સમાજની દુધ પીઠ આવેલી છે જે આજે સજજડ બંધ રહી હતી અહીં રોજ આશરે 1પ હજાર લીટર દુધની આવક થયા પામે છે આજે દુધ વિતરણ બંધ રહ્યાના કારણે ભારે દેકારો બોલી ગયો હતો.
રાજકોટમાં અમૂલ પાર્લરમાં કરાઈ તોડફોડ
રાજકોટ, જેતપુર, ખંભાળિયામાં આજે ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં તા.21ના માલધારીઓ દ્વારા દૂધ બંધનું એલાન આપવામાં આવ્યુંછે. દૂધ ઉપરાંત ટી સ્ટોલ પણ બંધ રાખવા માટે જાહેરાત કરવામાં આવી છે.જેને લઇ આજે કોઈ અજાણ્યા શખશો દ્વારા એરપોર્ટ રોડ ઉપર આવેલ અમૂલ પાર્લરમાં હુમલો કરી તોડફોડ કરી હતી.અને પાર્લરમાં રાખવામાં આવેલ દૂધની થેલી ઢોળી નાખી નુકશાન કર્યું હતું.જે મામલો પોલીસ સમક્ષ પોહચતાં તેને ઘટના સ્થળે દોડી જઇ વધુ કાર્યવાહી હાથધરી છે.