દૂધમાં ભેળસેળ એટલે રોગ અને બિમારીને કાળમુખું નિમંત્રણ: દેશદ્રોહીને ભસ્મીભૂત કરી દે એવી પ્રાચીન શ્રાપ-પ્રથાનાં સંશોધનની આવશ્યકતા: ગામડે ગામડે ભેળસેળ વિરોધી ઝુંબેશની સત્તાવાર જાહેરાત: પરંતુ ખાટલે મોટી ખોટ, ચારેય પાયા ભેળસેળીયા અને મતિભ્રષ્ટ !

‘ભેળસેળિયા દેશ’ની શરમજનક ઓળખ ધરાવતા આપણા ભારત દેશમાં ભ્રષ્ટાચાર, બળાત્કાર અને ભેળસેળ, એમ ત્રણ રાક્ષસો હાહાકાર મચાવતા રહ્યા છે. સરકારો એની સામે યુધ્ધે ચડી ચૂકી છે, પણ એમાંથી એકેયને પરાજિત કરી શકી નથી કે દેશવટો આપી શકી નથી.

હવે તોવી ટકોર થઈ રહી છે કે, આપણો દેશ હવે તો ગંગાજળમાં પણ ભેળસેળ આચરવા સુધી પહોચી શકે એટલી હદે, મતિભ્રષ્ટ બની છે અને બુધ્ધિ બગાડી ચૂકી છે.

દૂધ તો ‘હોલસેલ ફૂડ’ એટલે ‘સંપૂર્ણ આહાર’ તરીકેની ગણના પામ્યું છે. અને તેમાં તમામે તમામ વિટામિન સમાવિષ્ટ છે.

દૂધમાં ભેળસેળ અંગેનો દિલ્હીનો અહેવાલ દર્શાવે છે એ મૂજબ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરીટી એફડીસીએ રાજયભરમાં દૂધની ગુણવત્તાની તપાસ કરવાનું કામ ઉપાડશે. સહકારી મંડળીઓ પાસે દૂધ પહોચે તે પહેલા ગ્રામ્ય સ્તરે જ દૂધની ગુણવતા ચકાસવામાં આવશે. જો દૂધના સેમ્પલ બિન આરોગ્યપ્રદ કે ભેળસેળયુકત નીકળ્યા તો દૂધ ઉત્પાદક સામે કડક પગલા ભરવામાં આવશે.તેમ એફડીસીએના અધિકારીઓએ જણાવ્યું.

અહી વધુ નોંધપાત્ર અને અતિ ગંભીર બાબત તો એ છે કે, આઈએસઆઈના સરકારી માર્કા ધરાવતી ચીજ વસ્તુઓ અને હોલમાર્કનાં નિશાન ધરાવતા સોનાનાં દાગીનાની શુધ્ધતા પણ બિન ભરોસા પાત્ર નીકળવાની ફરિયાદો આવે છે. આવી ભેળસેળ અક્ષમ્ય બની રહે છે.

પેટ્રોલ, ડિઝલ, ઓઈલ જેવી પેટ્રો ચીજો પણ ભેળસેળના કલંકથી ખાલી નથી રહી…

કેળવણી અને શૈક્ષણિક ક્ષેત્રમાં પરીક્ષાઓમાં, ફીની વસુલાતમાં અને શાળા કોલેજ,યુનિવર્સિટીઓમાં વિવિધ પ્રકારની ભેળસેળનાં ચોંકાવનારા બનાવો પ્રકાશમાં આવી ચૂકયા છે.

ઓછામા પૂરૂ દવાઓમાં અને બિમારીઓની ચકાસણીમાં હીન પ્રકારની ભેળસેળ થતી હોવાનો ખોફ પણ અભિવ્યકત થઈ રહ્યો છે. જે દેશ પત્રથી માથા સુધી મતિભ્રષ્ટ હોય અને નાનામાં નાની બાબતમાં પણ લાંચરૂશ્વત, ભ્રષ્ટાચાર, ભેળસેળ અને હલકટાઈનો અનુભવ કરવો જ પડે એમાં ઠરીને ઠામ થવું એ લોઢાનાં ચણા ચાવવા જેવું બની રહે છે.

આપણો દેશ એવા દેશોમાંનો એક છે, એવા અનુભવ વિદેશીઓને પણ થતો હોવાનું બહાર આવ્યા કરે છે. આ બધુ નેસ્તનાબુદ કર્યા વિના આપણો દેશ મહાન રાષ્ટ્રોની હરોળમાં કયારેય નહિ આવી શકે!…

દુર્વાસા મૂનિ જો આ દેશમાં પૂન અવતરે અને આવા અનિષ્ટો નિહાળીને ક્રોધિત થાય તો એક જ શ્રાપ વડે તેઓ આ બધું નેસ્તનાબુદ કરી શકે !

આ જોતા એવા તર્ક થઈ શકે કે, પ્રાચીન યુગની શ્રાપપ્રથા જેવું કોઈક અમોધ શસ્ત્ર સંશોધાય તો આપણો દેશા નવું સ્વરૂપા પામી શકે !…

આ દ્રષ્ટાંત ભલે ચિત્રવિચિત્ર લાગે અને આશ્ર્ચર્યચકિત કરે, પરંતુ જો એવું થાય તો તે આ દેશના હિતમાં બની જ રહે !

દૂધ જેવા અમૃતમાં ભેળસેળ થાય અને એને નાબુદ કરવા ગામડે ગામડે ધૂમીને પગલાં લેવા પડે, એનાં કરતા વધુ શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે?

આપણો દેશ ચંદ્રમા ઉપર અને મંગળ ઉપર જાય ત્યારે આવું અમોધ શકિતનું શસ્ત્ર લાવે એમ કોણ નહિ ઈચ્છે? જો એ શકય બનશે તો ગૌમુત્રમાં અને માના ધાવણમાં પણ ભેળસેળ કરવાની રીત શોધાવાની દહેશત રહેશે. ભગવાન આદેશને ભ્રષ્ટાચાર, બળાત્કાર અને ભેળસેળના રાક્ષસોથી બચાવે, એવી પ્રાર્થના કરીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.