ભરતસિંહ સોલંકીને જમ્મુ-કાશ્મીર અને લદાખ અને અર્જૂન મોઢવાડિયાને ઝારખંડ રાજયના ઓબ્ઝર્વર તરીકે નિયુકત કરાય

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા હાલ  ભારત જોડો યાત્રા યોજવામાા આવી  રહી છે. જે અંતર્ગત  આગામી  જાન્યુઆરી માસથી કોંગ્રેસ દ્વારા  હાથ સે હાથ જોડો અભિયાન  શરૂ કરવામાં આવશે જેનામાટે  કોંગ્રેસના રાષ્ટ્રીય મલ્લીકાર્જૂન  ખડગે દ્વારા તમામ રાજય માટે  ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતનો હવાલો પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલીન્દ દેવરાની નિયુકતી કરવામાં આવી છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની જમ્મુ-કાશ્મીર અને લદાખના ઓબ્ઝર્વર તરીકે ધારાસભ્ય અર્જૂનભાઈ મોઢવાડીયાની ઝારખંડ રાજયના ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરાય છે.

આ ઉપરાંત  ઉતમકુમાર રેડીની આંધ્ર પ્રદેશ, રણજીત રંજનની આસામના, સુબોધકાંત સહાયની બિહારના, અર્જૂન યાદવની છતીશગઢના, ડો. મદન મોહન ઝાની દિલ્હીના, ડો.શેક શૈલજાનાથની ગોવાના, મિલિન્દ દેવરાની ગુજરાત, દમણ-નગર હવેલી અને દમણ-દિવના, સુભાષ ચોપરાની હરિયાણાના, રઘૂવીર સીંગ મીનાની હિમાચલ પ્રદેશના, પૃથ્વીરાજ ચૌહાણની કર્ણાટકના, થીરૂનવુકકશસરની કેરલા અને લક્ષ્યદીપના પ્રમોદ ત્રિવેદીની  મધ્યપ્રદેશના, એમ.એમ. પલ્લમરાજૂની મહારાષ્ટ્રના, વી.નારાયણ સ્વામીની ઉતર-પૂર્વના રાજયોના, તારીક હમીદ કારાની ઓડિસ્સા,વી. હનુમંથારાવની પોંન્ડીચેરી, મોહન પ્રકાશની પંજાબ અને ચંદીગઢના, રામાચંદ્ર ખુંટીઆની રાજસ્થાનના, કોડીકુન્નીલ સુરેશની તામીલનાડુના ગીરીશ ચોંડોંકરની તેલંગાણાના, દિવેન્દ્રર હુડાની ઉતર પ્રદેશના, અજય કુમાર લાલુનું ઉતરાખંડના, ગુલાબ અહમદ મીરની વેસ્ટ બંગાલ, અંદમાન એન્ડ  નીકોબારના જયારે  પી.એસ. પુનીયાની મુંબઈના પ્રભારી તરીકે નિયુકતી કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.