હાલ સમગ્ર રાજ્યમાં ધો.૧૨ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે હળવદ શહેરની મંગલમ વિદ્યાલયમાં પૃથક પરિક્ષાર્થીએ પરીક્ષા આપતા અચરજ થવા પામી છે કારણકે એક બ્લોકમાં હિન્દી વિષયની પરીક્ષા આપતો માત્ર એકજ વિદ્યાર્થી માટે ૬થી ૭ જેટલો સ્ટાફ નિરીક્ષક માટે રોકાયેલો હોવાથી અજૂકતુ લાગે તેમ છે.

ઝાલાવાડની શૈક્ષણિક નગરી ગણાતા હળવદ શહેરમાં આવેલ મંગલમ વિદ્યાલય ખાતે સરકારી શાળાની એલ.એન. મહેતા હાઈસ્કુલમાં અભ્યાસ કરતો લોદારીયા દિનેશે ગુરૂવારે ધો.૧૨ બોર્ડની હિન્દી વિષયની પૃથક પરીક્ષા આપતા શાળાના સંચાલકો સહિત નિરીક્ષકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

રાજ્યમાં હાલ ધો.૧૨ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં સામાન્ય રીતે એક બ્લોકમાં અંદાજે ૩૦ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપતા હોય છે ત્યારે મંગલમ વિદ્યાલય ખાતે હિન્દી વિષયમાં પરીક્ષા આપતા પરીક્ષાર્થી પાછળ ૬થી સાત શિક્ષકો સહિત નિરીક્ષકોનો સ્ટાફ રોકાયેલો હોવાથી શિક્ષણ વિભાગમાં આશ્ચર્યજનક બાબત થવા પામી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.