દુકાનો બંધ કરાવવા નિકળેલા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કર્યા બાદ છોડી મુકયા
આજે અપાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બંધના એલાનને હળવો પ્રતિસાદ મળેલ છે. આજે સવારે અમુક દુકાનો બંધમાં જોડાઈ જયારે અમુક દુકાનો ખુલ્લી રહેવા પામી છે. ગઈકાલે ઉપલેટા કોંગ્રેસ સમિતિ દ્વારા ગામના વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાને કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ-ડિઝલ સહિત ચીજોના રાક્ષસી ભાવ વધારા સામે બંધમાં જોડાવવા અપીલ કરી હતી.
આજે સવારે શહેરના કોંગ્રેસ પક્ષના આગેવાનો સવારે બસ સ્ટેન્ડ ચોકમાં એકત્ર થઈ બંધમાં જોડાવવા વેપારીઓને અપીલ કરી રહ્યા હતા ત્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જઈ છોડી મુકયા હતા.
શહેરમાં ગણયા ગાંઠયા વિસ્તારમાં બંધની અસરો જોવા મળી હતી. જયારે બાવલા ચોક બસ સ્ટેન્ડ ચોક, ગાંધી ચોક, નટવર રોડ સહિતના વિસ્તારો ખુલ્લા રહેવા પામેલા હતા.