૧પથી વધુ કોન્ટ્રાકટરો અને વાહનધારકો ભાવ વધારાને લઈ અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતરી જતા પીજીવીસીએલમાં ભારે દોડધામ
હળવદ પીજીવીસીએલના કોન્ટ્રાકટરો અને વાહનધારકો ભાવ વધારાની માંગને લઈ અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતરી જતા પીજીવીસીએલની ઠપ્પ થઈ જવા પામી છે. ત્યારે આમ લોકો સહિત ખેડૂતોને હાલાકીનો સામનો વેઠવો પડે તો નવાઈ નહીં. ગત તા. ૧૪ના રોજ હળવદ પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા પોતાની વિવિધ માંગો ને લઈ હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાં આજદિન સુધી કોન્ટ્રાકટરોની માંગ નહીં સંતોષાતા હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે ૧પથી વધુ કોન્ટ્રાકટરો અને વાહનધારકો ભાવ વધારાને લઈ અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતરી જતા પીજીવીસીએલમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
આ અંગે કોન્ટ્રાકટરો દ્વારા જણાવેલ કે, ગાડી ભાડા, ટ્રાન્સપોર્ટ ખર્ચ સહિતનાઓનો ખર્ચ અન્ય વીજ કંપની કરતા પીજીવીસીએલ કંપની ૪૦ ઓછો આપી રહી હોય જે અન્ય કંપની સાથે ચુકવવા અમારી માંગ છે. જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી હડતાલ યથાવત રહેશે. જયારે હડતાલના પગલે લાઈન કામ, મીટર રિપ્લેસમેન્ટ, લોડીંગ, અનલોડીંગ સહિતના કામો ઠપ્પ થઈ જવા પામ્યા છે. ત્યારે પીજીવીસીએલ વહેલી તકે અમારી માંગ સંતોષે તેવી કોન્ટ્રાકટર મહિપતસિંહ ડાભી, રાજેન્દ્રસિંહ પઢીયાર, અજીતસિંહ ચૌહાણ, મહિપાલસિંહ, વિજયભાઈ પટેલ, પૃથ્વીસિંહ ઝાલા, બિપીનભાઈ ગોસાઈ સહિતનાઓએ માંગ કરી છે.