કોરોના વાયરસનો હાલ બેવડો માર નાના મધ્યમવર્ગના લોકોને પડી રહ્યો છે. એમાં પણ સૌથી વધુ ખરાબ હાલત સ્થળાંતરીત શ્રમિકોની થઈ છે. હાલ મહારાષ્ટ્રમાં કોરોનાના અજગરી ભરડાને નિયંત્રણમાં લેવા 30મી એપ્રીલ સુધી જનતા કફયુર્ં લદાયું છે. જેના પરિણામ સ્વરૂપ સ્થળાંતરીત શ્રમિકો ઉપર મોટુ જોખમ ઉભુ થયું છે. ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કફર્યુંના લીધે ધંધા-રોજગાર ખોરવાઈ જવાના ડરે આર્થિક રોજગાર ખોરવાઈ જવાના ડરે આર્થિક રાજધાની મુંબઈમાંથી હિજરત શરૂ થઈ ગઈ છે. પોતાના વતન તરફ જવા સ્થળાંરીતો દોટ લગાવી રહ્યા છે. મુંબઈથી ઉતરપ્રદેશ જઈ રહેલા મુન્ના યાદવ નામના એક સ્થળાંતરીત શ્રમિકે કહ્યું કે, તો ઉતરપ્રદેશના કુશીનગરનો રહેવાસી છે. અને તેણે આ માટે રેલવે ટીકીટ ખરીદી છે. 450માં મળતી ટીકીટ તેણે રૂપીયા 2300માં ખરીદી છે. તેણે કહ્યું કે, કફર્યું
લદાતા કામ ધંધા બંધ થયા છે.હું ભાડાના મકાને રહુ છું કામ વગર 3000 રૂપીયા કેમ ચૂકવું ?? આથી મારા વતન જવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર જેવી ગુજરાતમાં પણ કોરોના પરિસ્થિતિ છે. ગુજરાતનાં ઘણા જિલ્લા શહેરોમાં સ્થળાંતરીતોમાં ભય પ્રસરયો છે. પરંતુ ગુજરાતમાં લોકડાઉન થશે નહી આથી શ્રમિકો ગભરાઈ નહી અને સ્થળાંતર કરે નહી તેવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના આગેવાનો-મંત્રીઓએ અપીલ કરેલી ગુજરાત આર્થિક રીતે તમામ પરિસ્થિતિઓને પહોચી વળે તેમ હોવાથી મહારાષ્ટ્ર જેવી સ્થિતિ ઉભી થશે. નહી.