અત્યાચારને પરિણામે હિંદુઓ કોઈ પણ પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં રહેવા નથી ઇચ્છતા: દરરોજ સરેરાશ 600 હિંદુઓ દેશ છોડે છે!!
બાંગ્લાદેશમાંથી અત્યાર સુધીમાં લગભગ 2.4 કરોડ હિંદુઓ સ્થળાંતર કરી ચૂક્યા છે. 1964 અને 2013 ની વચ્ચે, દરરોજ 600 થી વધુ હિંદુઓએ દેશ છોડી દીધો. આ ક્રમ હજુ પણ ચાલુ છે. જો આમ જ ચાલતું રહ્યું તો આગામી 30 વર્ષમાં બાંગ્લાદેશમાં એક પણ હિંદુ બાકી રહેશે નહીં. ઢાકા યુનિવર્સિટીમાં તૈનાત પ્રોફેસર ડો. અબુલ બરકતે જ્યારે 30 વર્ષના લાંબા સંશોધન બાદ વર્ષ 2016માં પ્રકાશિત તેમના પુસ્તકપોલિટિકલ ઇકોનોમી ઑફ રિફોર્મિંગ એગ્રીકલ્ચર લેન્ડ-વોટર બોડીઝ ઇન બાંગ્લાદેશમાં આ લખ્યું છે.
ભારત-બાંગ્લાદેશ બન્ને દેશો વચ્ચેનું અંતર, રિવાજો અને ધર્મનો ભેદ, તેમાં કંઈ જ નથી આવતું. તેમનું કહેવું છે કે રિસર્ચ દરમિયાન જ્યારે તેઓ બાંગ્લાદેશમાં ગામડે-ગામડે ડેટા એકત્ર કરી રહ્યા હતા ત્યારે ચિત્ર ખરાબ થઈ રહ્યું હતું. મને એક વિચાર હતો કે જ્યારે હું આ આંકડાઓના આધારે મારું મૂલ્યાંકન દુનિયાની સામે મૂકીશ તો મારે વિરોધનો સામનો કરવો પડશે.
બાંગ્લાદેશ ઢાકા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી ડો. અબુલ બરકતલાએ જણાવ્યું હતું કે ચિંતાની વાત એ છે કે આજે બાંગ્લાદેશ જે જમીન પર છે તેનો મૂળ વલણ 100 વર્ષની અંદર બદલાઈ જવાની આરે પહોંચી ગયું છે. 47 માંથી 16 આદિવાસી જૂથો લુપ્ત થઈ ગયા. સ્થળાંતર સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ પર અસર કરે છે. છેલ્લા 49 વર્ષમાં સ્થળાંતરની પેટર્ન એ જ દિશામાં આગળ વધી રહી છે. આગામી ત્રણ દાયકામાં બાંગ્લાદેશમાં એક પણ હિંદુ બાકી રહેશે નહીં. બરકતે તેમના પુસ્તક ’પોલિટિકલ ઇકોનોમી ઓફ રિફોર્મિંગ એગ્રીકલ્ચર-લેન્ડ-વોટર બોડીઝ ઇન બાંગ્લાદેશ’માં આ વાત કહી છે. ઢાકા યુનિવર્સિટીમાં પુસ્તક વિમોચન દરમિયાન પ્રોફેસર બરકતે જણાવ્યું હતું કે 1964 અને 2013 વચ્ચે ધાર્મિક ભેદભાવ અને અત્યાચારને કારણે લગભગ 1.13 કરોડ હિન્દુઓએ બાંગ્લાદેશ છોડી દીધું હતું. આનો અર્થ એ પણ છે કે દર વર્ષે 2,30,612 હિંદુઓ બાંગ્લાદેશ છોડી રહ્યા છે.
પ્રોફેસર બરકત, તેમના 30 વર્ષના સંશોધન દરમિયાન, જાણવા મળ્યું કે 1971 માં બાંગ્લાદેશને આઝાદી મળ્યા પછી મોટાભાગના હિંદુઓ લશ્કરી શાસન દરમિયાન સ્થળાંતર કરી ગયા હતા. બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન, દરરોજ હિંદુઓની હિજરતની સંખ્યા 705 હતી. 1971-1981 વચ્ચે આ આંકડો 512 હતો. 1981-1991 વચ્ચે દરરોજ સરેરાશ 438 હિંદુઓ સ્થળાંતર કરતા હતા. 1991-2001ની વચ્ચે આ આંકડો વધીને 767 થયો. તે જ સમયે, 2001-2012 માં, દરરોજ હિંદુઓની હિજરતની સંખ્યા 774 હતી.
બાંગ્લાદેશમાં હિંદુઓ અનેક રીતે અત્યાચાર થાય છે. તાજેતરમાં જ બાંગ્લાદેશના ઢાકામાં આવેલા ઈસ્કોન મંદિરમાં લગભગ 200 લોકોના કટ્ટરવાદી ટોળાએ હુમલો કર્યો હતો. મંદિરમાં તોડફોડ કરીને ભીડે લૂટફાટ પણ કરી હતી. બાંગ્લાદેશની સરકારો હિન્દુઓના રક્ષણમાં સરિયામ નિષ્ફળ નીવડી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે એક ષડયંત્રના ભાગરૂપે હુમલા થઈ રહ્યા છે. બીજી તરફ થોડા સમય પૂર્વે જ બીએનપીના સિલહટ એકમ દ્વારા ઇફ્તાર પાર્ટીમાં લગભગ 20 જેટલા પક્ષના નેતાઓ અને હિન્દુ કાર્યકરો હાજર રહ્યા હતા. સામાન્યપણે ઇફ્તાર પાર્ટીમાં મુસ્લિમો તેમ જ પક્ષના અન્ય સમાજના સભ્યો હાજરી આપતા હોય છે પરંતુ પ્લેટમાં બીફનો વિકલ્પ ન હોવાથી વિવાદ છેડાયો હતો.
હિન્દુ સમાજના પત્રકારોને પણ ભોજનમાં બીફ ઓફર કરાયું હતું. આ વિવાદ પણ ખૂબ વકર્યો હતો.
બાંગ્લાદેશમાં લઘુમતીઓના અધિકારો ઉપર કાર્યરત સંસ્થા એકેએસના આંકડાં પ્રમાણે બાંગ્લાદેશમાં છેલ્લાં 9 વર્ષમાં હિન્દુઓ ઉપર 3600 હુમલા થયા છે. એમાંથી 1678 હુમલા ધાર્મિક સ્થળોમાં થયા હતા. હથિયારબંધ ટોળાએ તોડફોડ કરીને લૂંટફાટ કરી હોવાના પણ ઘણાં બનાવો નોંધાયા હતા. તે ઉપરાંત હિન્દુઓના મકાનો ઉપર હુમલા થયા હોય અથવા આગ ચાંપી દેવામાં આવી હોય એવા પણ સેંકડો બનાવો બન્યા છે.
બાંગ્લાદેશમાં પાકિસ્તાનની સતા હતી ત્યારે તમામ હિન્દુઓની સંપતિ જપ્ત કરી લેવાય
ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર અજય રોયે કહ્યું કે બાંગ્લાદેશની રચના પહેલા પાકિસ્તાનના શાસનના દિવસોમાં સરકારે અનામી સંપત્તિનું નામ આપીને હિન્દુઓની સંપત્તિ જપ્ત કરી હતી. આઝાદી મળ્યા પછી પણ સરકારે વેસ્ટેડ પ્રોપર્ટી તરીકે કબજો રાખ્યો હતો. આના કારણે લગભગ 60 ટકા હિંદુઓ ભૂમિહીન બની ગયા. નિવૃત્ત જસ્ટિસ કાઝી ઇબાદુલ હકે આ પ્રસંગે જણાવ્યું હતું કે લઘુમતીઓ અને ગરીબોને તેમના જમીનના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા ઘટી
પાકિસ્તાનમાં 1951માં મુસ્લિમોની વસ્તી 85.80 ટકા હતી. ત્યારે હિંદુઓની વસ્તી 13 ટકા હતી. જ્યારે અન્ય વસ્તી 1.2 ટકા હતી. છેલ્લે 2017ની સ્થિતિ જોઈએ તો મુસ્લિમોની વસ્તી 96.47 ટકા હતી. જ્યારે હિંદુઓની વસ્તી નોંધપાત્ર રીતે ઘટીને 2.14 ટકા થઈ હતી. આમ પાકિસ્તાનમાં હિંદુઓની સંખ્યા સતત ઘટી છે. જેની પાછળનું કારણ પાકિસ્તાનમાં હિંદુઓ ઉપર થતા અત્યાચર પણ છે. જેને કારણે કરોડો હિંદુઓએ પાકિસ્તાન છોડ્યું છે. હજુ પણ મોટી સંખ્યામાં પાકિસ્તાનના હિંદુઓ ભારતમાં વિઝા ઉપર વસવાટ કરી રહ્યા છે. તેઓ હાલ ભારતીય નાગરિકતા ઝાંખી રહ્યા છે.
ભારત બિનસાંપ્રદાયિક: હિંદુની સાથે મુસ્લિમોની પણ વસ્તી વધી
ભારતમાં મુસ્લિમોની સંખ્યા વધી છે. વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે 1951 હિંદુઓની સંખ્યા 30.35 કરોડ હતી. જ્યારે મુસ્લિમોની સંખ્યા 3.54 કરોડ હતી. 1961માં હિંદુઓની સંખ્યા 36.65 કરોડ હતી. જયારે મુસ્લિમોની સંખ્યા 4.69 કરોડ હતી. 1971માં હિન્દૂઓની સંખ્યા 45.33 કરોડ હતી. જ્યારે મુસ્લિમોની સંખ્યા 6.14 કરોડ હતી. 1981માં હિંદુઓની સંખ્યા 56.24 કરોડ હતી.
જ્યારે મુસ્લિમોની સંખ્યા 8.03 કરોડ હતી. 1991માં હિંદુઓની સંખ્યા 69.01 કરોડ હતી. જ્યારે મુસ્લિમોની સંખ્યા 10.67 કરોડ હતી. 2001માં હિંદુઓની સંખ્યા 82.76 કરોડ હતી. જ્યારે મુસ્લિમોની સંખ્યા 13.82 કરોડ હતી. 2011માં હિન્દૂઓની સંખ્યા 96.62 કરોડ હતી. જ્યારે મુસ્લિમોની સંખ્યા 17.22 કરોડ હતી. આમ ભારત બિનસાંપ્રદાયિક દેશ હોય, જેમ હિન્દુઓની સંખ્યા વધી રહી છે. તેમ મુસ્લિમોની સંખ્યા ઉતરોતર વધી છે.