વિશ્વ પર ગ્લોબલ વ્રોમિંગની અસર થઈ રહી છે તેની સાથે કુદરતી આપતીમાં પણ વધારો થઈ રહ્યો છે અમેરિકાના હવાઇ આઇલેન્ડ પર આજે કિલાઉ જ્વાળામુખી ફાટતાં 10 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી બિગ આઇલેન્ડ પર વોર્નિંગ સાયરન પર ચેતવણી આપી દેવામાં આવી હતી. હવાઇ કાઉન્ટી સિવિલ ડિફેન્સ દ્વારા પ્યુનાના લેલાની એસ્ટેટના રહેવાસીઓને સ્થળાંતર કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને લોકોને પોતાના માત્ર જરુરીયાત પુરતો જ સમાન સાથે લઇને સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવા આદેશ કરાયો છે.

150 ફૂટ ઉંચે સુધી આગ અને લાવા ઉડતા હતા.

અમેરિકા નો પ્યુના ડિસ્ટ્રિકમાં ઓછા સમયમાં વારંવાર ભૂકંપ આવવાના કારણે જ્વાળામુખી ફાટ્યો છે. કિલાઉ જ્વાળામુખીના કારણે હવાઇના આસપાસના વિસ્તારોમાં ધૂમાડાના જાડા થર જોવા મળી રહ્યા છે. લોઅર પ્યુનાના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્વાળામુખીમાંથી રીતસર આગના ફૂવારાઓ નિકળતા હતા. 150 ફૂટ ઉંચે સુધી આગ અને લાવા ઉડતા હતા. આ લાવા મોહાલા સ્ટ્રીટ તરફ ફેલાયા છે અને જાનહાની થવાની ભય રહેલ છે.

maxresdefault 4

જ્યારે લોકોની મદદ કરવા માટે હવાઇની અમેરિકન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પાહોઆ કોમ્યુનિટી સેન્ટરમાં સ્થળાંતરો માટે ઇમરજન્સી શેલ્ટર હાઉસ ખોલ્યા છે અને લોકોને મદદ કરવા માટે તૈયારી દર્શાવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.