હોળી પ્રગટ્યા બાદ હોળાષ્ટક ઉતરી જશે: 14 માર્ચથી મિનારક કમુરતા
ફાગણ શુદ સાતમને તા.27 એટલે આગામી રવિવારે રાત્રીના 1 વાગ્યાથી હોળાષ્ટકનો પ્રારંભ થશે. જે ફાગણ શુદ ચૌદશને સોમવારે 6 માર્ચના દિવસે હોળી પ્રગટે એટલે પુરા થશે. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ જણાવ્યું છે. તેઓએ ઉમેર્યું હતું કે આ વર્ષે પંચાગ પ્રમાણે તથા જ્યોતિષના ગ્રંથો પ્રમાણે નિયમ પ્રમાણે ફાગણ સુદ ચૌદશને સોમવારે 6 માર્ચના દિવસે હોળી છે અને ધૂળેટી ફાગણ શુદ પુનમને મંગળવારે તા.7ના રોજ છે. આમ આ વર્ષે હોળી ચૌદશના દિવસે અને ધૂળેટી પુનમના દિવસે એક દિવસ વેલી મનાવામાં આવશે.
હોળાષ્ટક એટલે હોળીના આઠ દિવસ પહેલા જ ભક્ત પ્રહલાદને મારવાની તૈયારી કરવામાં આવેલી, આથી હોળાષ્ટકને શુભ કાર્યોમાં અશુભ માનવામાં આવે છે. આ સમય દરમ્યાન લગ્ન વાસ્તુ જેવા શુભ કાર્યો થતા નથી. પરંતુ હોળાષ્ટક દરમ્યાન જપ સત્યનારાયણ ભગવાનની કથા, ચંડીપાઠ, લઘુરૂદ્ર રૂદ્રી શુભ ફળ આપનાર બને છે.
ધુળેટી પછી લગ્નના મુહુર્તો છે. જેમાં 8, 9, 10, 11, 13 અને 14 માર્ચ લગ્નના મુહુર્તો છે ત્યારબાદ 14 માર્ચથી મીનારક કમુહુર્તા પ્રારંભ થશે. જે 14 એપ્રિલ સુધી ચાલશે. તા.6ના દિવસે હોળી પ્રગટે એટલે હોળાષ્ટક પુર્ણ ગણાય છે.