બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોએ ધ્રુજારી અનુભવી: જમ્મુ કાશ્મીરમાં સોમવારે રાતે ૨ કલાકથી
પણ ઓછા સમયગાળા દરમિયાન ૪.૫ થી ૫.૫ સુધીની તીવ્રતાવાળા ૪ આંચકા અનુભવાયા
એક બાજુ દેશભરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે સાથોસાથ ભૂકંપના આંચકાઓ પણ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે રાજકોટમાં ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાકે રાજકોટની ધરા ત્રણ વાર ધ્રુજી હતી. બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોએ હળવા ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જો કે સીસમોલોજી ડિપાર્ટમેન્ટના ચોપડે આ આંચકા નોંધાયા નથી પરંતુ રાજકોટવાસીઓએ મધરાતે હળવા આંચકા અનુભવ્યા હતા. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં સોમવારે રાતે ૨ કલાકથી પણ ઓછા સમયગાળા દરમિયાન ૪.૫ થી ૫.૫ સુધીની તીવ્રતાવાળા ૪ આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ સોમવારે રાતે ૧૦.૪૯ કલાકે પાકીસ્તાનના આઈડીજીએચએ ખાતે ૫.૩ની તીવ્રતાના આંચકાનું કેંદ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું ત્યારબાદ ૧૧:૨૦ કલાકે પાકિસ્તાનના ગિલજીતમાં ૫.૧ની તિવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સાઉથ ઇસ્ટ સાઉથ ખાતે નોંધાયું હતું. આ ઉપરાંત સોમવારે ૧૧:૩૦ કલાકે કરછના ભચાઉથી ૮ કિમિ દૂર ૨.૩ની તીવ્રતાના ભૂકંપનું કેંદ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ નોંધાયું હતુ તેમજ ગઈકાલે રાતે ૧૧:૦૪ અને ૧૧:૦૯ આવેલા ભુકંપના આંચકાથી લોકો ભયભીત થાય હતા અને આ ભૂકંપની સામાન્ય અસર રાજકોટમાં પણ વર્તાઈ હતી. એકતરફ ઉતરભારતમાં ભારે હિમવર્ષા અને અન્ય રાજ્યોમાં કાતિલ ઠંડી બીજીબાજુ ધરતીકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.