રાત્રીના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધીમાં ૬ કલાકમાં ૬ ઈંચ વરસાદ ખાબકયો: શહેરમાં મોસમનો કુલ ૧૮ ઈંચ વરસાદ: લક્ષ્મીનગર, પોપટપરા, રેલનગરના બ્રિજ પાણીમાં
ગરકાવ: ૧૧ સ્થળે વરસાદના પાણી ભરાયાની ફરિયાદ કોલ સેન્ટરમાં નોંધાય: ૭ સ્થળે વૃક્ષો ધરાશાયી: શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા
રાજકોટમાં સોમવારે સવારી મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવ્યા બાદ મધરાતે મેઘાએ રૌદ્રરૂપ ધારણ કરી લીધુ હતું. રાત્રીના ૧૨ વાગ્યાી લઈ સવારે ૬ સુધીના ૬ કલાકના સમયગાળામાં શહેરમાં સાંબેલાધારે ૬ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરમાં ૮॥ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. લક્ષ્મીનગર, પોપટપરા, રેલનગર વિસ્તારમાં આવેલ અંડરબ્રિજમાં વરસાદના પાણી ભરાઈ જતાં વાહન ચાલક માટે રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. શહેરમાં ૧૧ સ્થળે વરસાદના પાણી ભરાયાની ફરિયાદ કોર્પોરેશનના કોલ સેન્ટરમાં નોંધાઈ હતી. તો ૭ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં શહેરમાં કુલ ૧૮ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું નોંધાયું છે. મધરાતે ખાબકેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા. સવારી શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક મેઘમહેરી લોકો ખુશખુશાલ થઈ ગયા છે.
રાજ્યમાં ૫ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે સવારી રાજકોટમાં મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. રાત્રીના ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં ૨॥ઈંચ જેટલો વરસાદ પડયા બાદ મધરાત્રે મેઘાનું જોર વધ્યું હતું. બાર વાગ્યા પછી શહેરમાં સાંબેલાધારે વરસાદ પડવાનું શ‚ યું હતું અને સવાર સુધીમાં ૬ ઈંચ વધુી ૨૪ કલાકમાં ૮॥ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કલેકટરના કંટ્રોલ‚મના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરમાં ૨૧૩ મીમી વરસાદ પડયો છે. મૌસમનો કુલ ૪૪૮ મીમી વરસાદ વરસ્યો છે. કોર્પોરેશનના ફાયર બ્રિગેડના રેકોર્ડ પર છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૭૮ મીમી (મોસમનો કુલ ૩૯૫ મીમી), વેસ્ટ ઝોન વિસ્તારમાં ૧૯૨ મીમી (મોસમનો કુલ ૪૧૫ મીમી) અને સામાકાંઠા વિસ્તાર એટલે ઈસ્ટ ઝોનમાં સૌથી ઓછો ૧૫૭ મીમી (મોસમનો કુલ ૩૪૯ મીમી) વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
મધરાતે પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં સુભાષનગર, જલારામ સોસાયટી, વોરા સોસાયટી, કૃષ્ણનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, બાલક સોસાયટી, સંતકબીર રોડ, જામનગર રોડ પર ગાયત્રીધામ, રેલનગરમાં ‚ષીકેશ પાર્ક, હંસરાજનગર, અંબીકાનગર, પરસાણાનગર, જામનગર રોડ પર બાલાજી મંદિર નજીક તા રેલનગર અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં કુલ ૧૧ સ્ળોએ વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદ કોર્પોરેશનના જ્યુબેલી સ્તિ કંટ્રોલ‚મ ખાતે નોંધાઈ છે.
આ ઉપરાંત શહેરમાં નવી કલેકટર કચેરી પાસે, એરપોર્ટ ફાટક નજીક આયકર વાટીકા, રૈયા રોડ પર સોસાયટી, હરીધવા રોડ પર નવનીત હોલ પાસે, લક્ષ્મીનગરના નાલા પાસે રાધાનગર-૧૦ અને જ્યુબેલી ગાર્ડનના દરવાજા પાસે વૃક્ષ પડી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભારે વરસાદમાં લક્ષ્મીનગર અને પોપટપરા વિસ્તારમાં આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો માટે રસ્તો બંધ થઈ ગયો હતો. આ ત્રણેય બ્રિજ જાણે સ્વીમીંગ પુલમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગતું હતું. નીચાણવાળા વિસ્તારોમાં અનેક સ્ળોએ ગોઠડડુબ પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો. સવારે ૬ વાગ્યા મેઘરાજાએ વિરામ લીધા બાદ ૮ વાગ્યાી ફરી શહેરમાં ધીમીધારે વરસાદ પડવાનું શરૂ થયું છે.
સૌરાષ્ટ્રમાં ૨૪ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી
મધ્ય રાજસ્થાન પરનું સાયકલોનિક સરકયુલેશન ગુજરાત તરફ આવ્યું: છતીસગઢમાં પણ સાયકલોનિક સરકયુલેશન સક્રિય: રાજયમાં ૩ થી ૪ દિવસ વરસાદ યથાવત રહેશે
મધ્ય રાજસ્થાનમાં સર્જાયેલું અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ રાજસ્થાન તરફ સરકી ગુજરાતની બોર્ડર સુધી આવતા આગામી ૨૪ કલાક સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યકત કરી છે. છતિસગઢ પર પણ એક સાયકલોનીક સરકયુલેશનસક્રિય હોય આગામી ૩ થી ૪ દિવસ રાજયમાં વરસાદ યથાવત રહેશે.
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ગઈકાલે મધ્ય રાજસ્થાન પર જે સાયકલોનીક સરકયુલેશન બન્યું હતું તે આજે દક્ષિણ રાજસ્થાન તરફ સરકી ગુજરાતની બોર્ડર સુધી આવ્યું છે જેની અસરનાં કારણે આગામી ૨૪ કલાક રાજયમાં સાર્વત્રિક અને ભારે વરસાદની સંભાવના છે. ગઈકાલે ઉતર સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડયો હતો. આજે દક્ષિણ સૌરાષ્ટ્રનાં જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ૨ થી લઈ ૫ ઈંચ સુધી વરસાદ પડે તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. અમુક વિસ્તારોમાં ૮ થી ૧૦ ઈંચ સુધી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આ ઉપરાંત છતિસગઢ પર પણ એક સરકયુલેશન સક્રિય છે જેનો લાભ ગુજરાતને મળશે. આગામી ૩ થી ૪ દિવસ રાજયમાં મેઘાવી માહોલ યથાવત રહેશે. બંગાળની ખાડીમાં પણ એક મજબુત સિસ્ટમ બની રહી છે જે આવતા સપ્તાહે રાજયમાં સાર્વત્રિક વરસાદ આપે તેવું હાલ લાગી રહ્યું છે.