આવકની સાથે આર્થિક બદલાવો આવતા મધ્યમ વર્ગની સંખ્યા વર્ષ 2030માં 46 ટકા સુધી પહોંચે તેવી શક્યતા: છેલ્લા 26 વર્ષમાં સુપર રિચ લોકોની સંખ્યા 98 હજારથી વધી 18 લાખે પહોંચી
હાલ ભારતની વસ્તી ઉપર અનેક રિસર્ચ અને સર્વે કરવામાં આવી રહ્યા છે. જેમાં આગામી વર્ષ 20147 માં મધ્યમ વર્ગોની સંખ્યા 63% સુધી પહોંચી શકે છે એટલું જ નહીં વર્ષ 2030 સુધીમાં આ આંકડો 46% અને પાર કરે તો પણ નવાઈ નહીં. આંકડો વધવા પાછળનો મુખ્ય કારણ લોકોની આવક અને આર્થિક બદલાવો અને ફેરફારો તે થઈ રહ્યા છે તે હશે. વર્ગમાં રહેતા લોકોને ઘણા ખરા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને સાથો સાથ જે સ્વીકૃતિ મળવી જોઈએ તે પણ ઘણા ખરા અંશે મળી શકતી નથી પરંતુ હાલ મધ્યમ વર્ગના લોકોનું જીવન દિન સુધરી રહ્યું છે.
ઘણા મધ્યમ વર્ગના લોકોની ક્ષમતા ખૂબ જ સારી છે અને તેમની ખરીદી શકતી મુજબ તેઓને આંખમાં આવતા હોય છે ત્યારે જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં આ તમામ ગ્રુપોને સાથ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલા છે જેમાં પ્રથમ કે જે પરિવારની વાર્ષિક આવક 1.25 લાખથી ઓછી હોય તેવા બીજી કેટેગરી જેમની પરિવારની વાર્ષિક આવક 5 લાખથી ઓછી હોય , ત્રીજી કેટેગરી એ લોકોની કે જેમની વાર્ષિક આવક 30 લાખ રૂપિયાથી ઓછી હોય તેને મધ્યમ વર્ગમાં સ્થાન આપવમાં આવ્યું છે.
સાધનહિમ વર્ગના લોકો જે હોય તેમની ક્ષમતા ખૂબ ઓછી હોય છે અને તેમાંથી જ લોકો પાસે જ ગાડી જોવા મળે છે. જ્યારે દસમાંથી પાંચ મહત્વકાંક્ષી લોકો પાસે ગાડી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ જે લોકો કાંઈ મેળવવા ઈચ્છા ધરાવતા હોય અને તેઓની આવક પાંચ લાખ થી 15 લાખ વચ્ચે પ્રતિવર્ષની હોય તે પૈકી દસમાંથી ત્રણ લોકો ગાડી ધરાવે છે અને જેમની આવક 30 લાખથી વધુની છે તેમની પાસે અને તેમના પરિવારના દરેક સભ્ય પાસે ગાડી હોય છે જેને કરોડપતિ લોકોની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
હાલ જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો તેમાં સમગ્ર ભારત અને દેશના તમામ રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે આ સર્વેમાં 63 શહેરોની સાથે દસ લાખ લોકો ઉપર આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ડેટામાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહારાષ્ટ્ર સૌથી વધુ ધનિક રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે જેમાં 6.4 લાખ અમીર લોકો કે જેની પ્રતિ વર્ષની આવક 2 કરોડે પહોંચી છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હી બીજા ક્રમે છે જેમાં 1.81 લાખ લોકો અમીર છે. એટલુંજ નહીં ત્રીજા ક્રમે ગુજરાત 1.41 લાખ લોકો છે. છેલ્લા 26 વર્ષમાં સુપર રિચ લોકોની સંખ્યા 98 હજાર થી વધી 18 લાખે પહોંચી છે.