સૌરાષ્ટ્રમાં અલગ અલગ બે ઘટનામાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. એકતરફ મોરબીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની આધેડની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જયારે બીજી બાજુ વીરપુરમાં છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો છે.
મોરબીના લીલાપર ગામે તીર્થક પેપરમિલની બાજુમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની આધેડ 15 ઓક્ટોબરના રોજ ગુમ થયાં બાદ મૃતદેહ ધોળકા ગામની નદીમાંથી મળી આવ્યો હતો. જે બાદ વાંકાનેર પોલીસે કોલ ડિટેઇલના આધારે તપાસ કરતા અરણીટીમ્બા ગામે બોલાવી મહિલા સહીત ત્રણ શખ્સોએ હત્યા નીપજાવી લાશને ધોળકા ગામની નદીમાં ફેંકી દીધાનું સામે આવ્યું હતું. જયારે વીરપુરમાં છૂટાછેડા લીધા બાદ અન્ય યુવાન સાથે મૈત્રીકરારમાં રહેતી પૂર્વ પત્નીને પતિએ જ ધારદાર હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો છે.