ગુલાબ,ડચ રોઝ, જરબરા, કલકતી ગોટી, પારસ, ડિવાઈન સહિતના ફૂલોનું વેચાણ
રાજકોટની રામનાથપરા વિસ્તાર દરરોજ વહેલી સવારે ફૂલોની ખુશ્બુથી મહેકી ઉઠે છે. રામનાથપરાના પુલ પાસે વહેલી સવારે ભરાતી ફૂલ બજારમાં ગુલાબ, ડચ રોઝ, જરબરા, કલકતી ગોટી સહિતના ફૂલોનું બહોળા પ્રમાણમાં વેચાણ થાય છે.
કાળુભાઈ કાનગડએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે છેલ્લા ૫૨ વર્ષથી તેઓ ફૂલ માર્કેટમાં ફૂલોનો વેપાર કરી રહ્યા છે. હાલ ફૂલ માર્કેટમાં ફૂલોની વિવિધ જાત જોવા મળે છે. ફલેવર વાળા ફૂલોમાં, કચરોગ, ગુલાબ, જરબરા, જેવા ફૂલોનીજાત સારા પ્રમાણમાં જોવા મળે છે. જયારે હાલની બજારમાં ફૂલના ભાવ સારા છે. બહાર ગામથી મંગાવામાં આવતા ફૂલો જેવા કે કલકતી ગોટી, રજનીગંધા ફૂલોનો આયાત કરવામાં આવે છે. કલકતી ગોટી ફૂલનો સૌ પ્રથમ રાજકોટ ખાતે શઆત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી તે ઉપરાંત કલકતાથી તેના રોપા મંગાવી તેનો રાજકોટ ખાતે વેચાણ કરે છે. હાલ ફૂલોની માર્કેટમાં ખેડુતોને ભાવ સારા મળી રહ્યા છે. અને સૌરાષ્ટ્રમાં તેવો જરબરા ફૂલો, પારસ, ટચરોઝ, ફૂલોનું નિકાસ પણ કરે છે. વધારે માહિતી આપતા તેમણે જરબરા ફૂલો વિષે જણાવ્યું કે જરબરા ફૂલો ભારતમાં ઉત્પાદિત થતા વર્લ્ડ લેવલના ફૂલો માનું ફૂલ છે. ભારતમાં તલેગાવ ખાતે એગ્રીકલચર એમાઈડિસીમાં ૨૦૦૦ એકરમાં તેનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યાંથી વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.
મૂકેશભાઈ હુબલે અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, માર્કેટમાં હાલ વધારે પ્રમાણમાં દેશી ડીવાઈન ફૂલ ગોટા, ગેલેડીયો ફૂલનું વેચાણ થઈ રહ્યું છે. કઈ રીતે ફૂરોની ખેતી કરવામાં આવે તે પણ જણાવ્યું સામાન્ય રીતે પાંચથીછ મહિના લાગે છે. ડિવાઈન ફૂલોની બાગાયતી કરવા માટે રોપા વાવીને ઉછેરવામાં આવે છે. સામાન્યતહ ડીવાઈન ફૂલોનું આયુષ્ય ૨ થી ૫ દિવસનું હોય છે. આર્ટીફીસીયલ ફૂલો પણ રાજકોટ ખાતે ગ્રિન હાઉસમાં ઉત્પાદન કરવામાં આવે છે.
વજુભાઈ ડાંગરે જણાવ્યું હતુ કે સિઝનલ ફૂલોમાં હાલ તેઓ ગેલેડીયો ફૂલ કલકતી ફૂલો, મેરી ગોલ્ડ ફૂલો, વેનેક્ષનાફૂલો, મેનદિના ફૂલોની ખેતી કરી માર્કેટમાં વેચાણ પણ કરે છે. તેઓનાં મતે સેવનટીફૂલોમાં છ કલરની વેરાયટી પ્રાપ્ત થતી હોય છે. તેનું પણ તે ઉત્પાદન કરે છે. સેવેનટી ફૂલોની જાતને તેઓ બહારગામ પણ મોકલે છે. લગ્ન ગાળાની સીઝનમાં સેવનટી ફૂલ, કલકતી ફૂલ જેવા બીજા ફૂલો વધારે પ્રમાણમાં વેચાણ કરવામાં આવતા હોય છે.
હાર્દિકભાઈ કાંગડે જણાવ્યું હતુ કે ટ્રિપલ કે ફલ્વાર શોપ તેઓ છેલ્લા નવ વર્ષથી ચલાવી રહ્યા છે. તેમની શોપની વિશેષમાં જણાવતા કહ્યુ હતુ તેની શોપમાં બૂકેની વેરાયટીઓ જાત જાતની જોવા મળીરહે છે. હાલ ટ્રેડીંગમાં ચાલી રહેલા બૂકેમાં બાયો બૂકે લોકો વધારે પસંદ કરી રહ્યા છે. બોક્ષ બૂકેનીવાત કરીયે તો તેમાં પચાવ જાતની વેરાયટી તેઓ લાવ્યા છે.જેમાનું લોંગ ફોલરસ બોક્ષ કે તેના પર ગ્રસાંન્તીમમ ફલાવર રાખવામાં આવે છે. ગ્રાસંતીમેન ફલાવર હોલેન્ડનું ફલાવર છે. હાલ તેઓ તેમની વાડીમાં આ ફલાવર ઉગાડી રહ્યા છે. બોક્ષ બૂકેમાં તેમની પાસે નવ સેડ પણ છે. બોક્ષ બૂકેમાં આ વખતે તેઓએ ડ્રોવર રાખ્યું છે. જેમાં ચોકલેટ, પરફયુમ રાખી શકાય છે.
લગ્નગાળાની સીઝનમાં તેઓ લાઈટ, ફૂલ અને મંડપ ત્યાર કરી ઈવેન્ટ કરે છે. લગ્ન રોશેયન, ઈવેન્ટ જેવા કાર્યક્રમોમાં ફૂલોને લગતી ડિઝાઈન તેમજ તેમા લાગતા ફૂલોનું ખાસ ધ્યાન રાખી તેનો કાર્યમાં ઉપયોગ કરે છે. લગ્ન ગાળામાં કાર ડેકોરેશનમાં એસી જેટલી ડિઝાઈનો તેમજ ફૂલોના હારમાં એસી જેટલી ડિઝાઈનો છે.હોમ ડેકોર ફૂલોને બધી જ વ્યવસ્થા કારીગરો દ્વારા કરાવી આપે છે. આવનારા દિવસોમાં તેઓ પોતાની વાડીમાં ડચરોઝી, ગ્રસાંનીમંમ ફલ્વાર ગ્લેડીલાસ ફલાવર, ઓરીએન્ય લીલી, નવી ઓરનામેન્ટલ પાલ્ટસને વગેરે ઉગાડી રહ્યા છે. આવી વિવિધ વેરાયટી વાળા ફૂલ અને બૂકે લોકોને મળતા રહે તે માટે તેઓ આવનારા દિવસોમાં મોટી શોપ પણ ચાલુ કરવા જઈ રહ્યા છે.
ચેતનભાઈ ભલસોડે જણાવ્યું હતુ કે, તેમની શોપમાં હાઈબ્રીટ કટફલાવર જે ગ્રીનહાઉસના ફલાવર હોય જે ત્રેવીસ ડીગ્રીની અંદર ઉત્પાદીત થાય છે. તેમના શોપના ગ્રાહકોને તેઓ હોમ ડીલેવરી પણ કરી આપે છે. જયારે ફૂલોની વાત કરીએ તો તેમના શોપમાં ઓરચીટ ફૂલો, લીલીયમફલ્વાર, ડચ રોગ ફલાવર ગ્રીસેન્થમમફલાવર, આ બધા ફલાવરસ જે ગ્રીનહાઉસના છે.એની લાઈફ સારી હોય છે. તેમનું વેચાણ મોટા પ્રમાણે કરે છે. અને ગ્રાહકોમાં ઓરચીટ ફલાવરની ડિમાન્ડ વધારે હોય છે. પાંચથી સાત દિવસ આ ફલાવરને કશુ થતુ નથી મૂરજાતા નથી વધારે જણાવતા તેમણે કહ્યું ઓરચીટ ફલાવરની લાઈફ દશ દિવસ જેટલી હોય છે. જે બે કલરમાં મળી રહે છે. ભવિષ્યમાં તેઓ પોતાની શોપની સર્વીસબેઝ બીઝનેસ વધારવા માંગે છે. જેમાં ઓનલાઈન એપ્લીકેશનના માધ્યમથી ગ્રાહકો ઓર્ડર આપી તેમના મનગમતા ફલાવર અને બૂકે ખરીદી શકશે.