વેતન અને એનજીઓ સહિતના પ્રશ્ને સંગઠન દ્વારા ૮મીએ ઉપવાસી છાવણી ઉભી કરવાનું ધડાતું આયોજન

મઘ્યાહન ભોજન યોજનાના કર્મીઓ ફરી લડતના માર્ગે જાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. વેતન અને એનજીઓ સહિતના પ્રશ્ને મઘ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના અમુક સંગઠનો દ્વારા આગામી ૮મીએ ઉપવાસી છાવણી  ઉભી કરવાનું આયોજન ઘડાય રહ્યું હોવાની વિગતો મળી છે.

મઘ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ અગાઉ વિવિધ પ્રશ્ને અનેક વખત લડતનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે ફરી કર્મચારીઓના વેતન, પગાર ધોરણ, કાયમી કરવા, એનજીઓ દાખલ નહી કરવા સહીતના મુદ્દે ફરી લડતનો માર્ગ અપનાવવાની તૈયારીઓ બતાવવામાં આવી છે.

ઉપરાંત મઘ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની મુખ્ય માંગણી એ પણ છેકે કે જે જીલ્લાઓમાં એનજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં  છુટા કરાયેલા કર્મચારીઓને પોતાના મુળ કેન્દ્ર પર પુન: નિમણુંક આપવામાં આવે. તેમજ મઘ્યાહન ભોજન યોજનામાં નવું મેનું તેમજ અલાયદો નાસ્તો આપવાનો જી.આર રદ કરવામાં આવે.

આ વિવિધ પ્રશ્ને મઘ્યાહન ભોજન યોજનાનાં કર્મચારીઓના અમુક સંગઠનો દ્વારા ઉપવાસી  છાવણી ઉભી કરવાનું આયોજન ઘડાઇ રહ્યું છે. તેવું જાણવા મળ્યું છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર રાજય મઘ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળના પ્રમુખ ચંદનસિંહ વાઘેલાએ ૮મીએ ઉપવાસ આંદોલન કરવાનું જાહેર કર્યુ છે. હાલ જીલ્લાના સંગઠનોએ આ આદોલનમાં જોડાયા છે. કે નહિ તેની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.