હુમલાથી અમેરિકાને હરાવી શકાય તેમ નથી, ટ્રેડવોરમાં તેની સામે જીતી શકાયું નથી તેથી હવે સાઇબર અને સિક્યોરિટીના મામલે ચીન અમેરિકાને હરાવવા ના પેંતરા કરી રહ્યું હોવાના સમાચાર આવ્યા છે. 2021ના વર્ષના પ્રારંભથી જ અમેરિકામાં માઇક્રોસોફ્ટનો ઉપયોગ કરનારા બિઝનેસ હાઉસ અને સરકારી એજન્સીઓના સંદેશા આંતરીને ગુપ્ત માહિતીઓ ચોરી લીધી હોવાની ઘટના બની છે. આ ઘટનામાં ચાઇનીઝ સરકારની દોરવણી હેઠળ ચીનનાં હફનિયમ ગ્રુપે આ કાંડ કર્યુ હોવાનો માઇક્રોસોફ્ટે આરોપ કર્યો છે.

કહેવાય છે કે જાન્યુઆરી-21 માં શરૂ થયેલી આ માહિતીની ચોરીની ઘટનાઓ ફેબ્રુઆરી-21 માં ચરમસીમાએ હતી અને માઇક્રોસોફ્ટ યુઝર્સનાં 60000 થી વધારે એકાઉન્ટ હેક થયા હોવાનું અનુમાન છે. ન્યુયોર્ક ટાઇમ્સનો અહેવાલ સાચો માનીએ તો હેકરોઐ માઇક્રોસોફટે પોતાના ગ્રાહકો માટે આપેલી મેઇલ તથા કેલેન્ડર સર્વિસનાં સર્વરો હેક કરવામાં આવ્યા હતા અને માહિતી આંતરીને લીક કરવામાં આવી હતી.

આ હેકિંગની પ્રવૄત્તિઓનો પર્દાફાશ કરનારી સાઇબર સિક્યોરિટી કંપની વોલેક્ષ્ટીના જણાવ્યા પ્રમાણે માઇક્રોસોફ્ટે તેમના ગ્રાહકોને સાઇબર વોરથી બચાવવા માટે પગલાં લીધા છે પરંતુ અત્યાર સુધીમાં કેટલી માહિતી હેક થઇ અને લીક થઇ ગઇ તે જણાવવું મુશ્કેલ છે.  આમ તો આ હેકિંગની જાણ થયા બાદ અમેરિકન સરકારની સાઇબર સિક્યોરિટી એજન્સીએ ઇમરજન્સી વોર્નિગ પણ પ્રસારિત કરી હતી. પરંતુ આ બનાવ ઘોડી  નાસી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવો છે.

આમેય તે અમેરિકન સરકારની ઇલેક્ટોનિક સેવાઓ ઉપર સાઇબર એટેક અગાઉ પણ થઇ ગયા છે. પણ જેટલો લાંબો સમય આ માહિતી ચોરાતી રહી તેટલા લાંબા સમય માટે હજુ સુધી ક્યારેય હેકિંગ થયું નથી. આ અગાઉ રશિયાના હેકરોએ અમેરિકન સરકારના અધિકારીઓના ઇ-મેલ ઉર હુમલો કરીને માહિતીઓ લેવામાં આવી હતી. એ સમયે પણ 100 જેટલી કંપનીઅનાં 18000 જેટલા ગ્રાહકોના ડેટાબેઝ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.  આ હકિકતની જાણ થયા બાદ સિક્યોરીટી એજન્સીએ નેટવર્ક મેનેજમેન્ટ કોડ આપ્યો હતો પરંતુ ત્યારે પહેલાં તો નવ  જેટલી સરકારી એજન્સીઓ તથા 100 જેટલી બિઝનેસ કંપનીઓના કોર્પોરેટ મેલ હેક થયા હતા. હવે આ વખતે હેકરોએ  મેઇલ પર આવેલી વિગતોની ચોરી તો કરી જ છૈ બાકી હોય તો માલવેર ઇન્સ્ટોલ કર્યુ છે જેનાથી તેમને માહિતી સતત મળતી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વોલેક્ષ્ટીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હેકરોએ ચુપકીદીથી ગ્રાહકોના મેલ ના ડેટાબેઝની ચોરી કરી છે. જેમાં તેમણે એક બગ ઘુસાડ્યું હતું જેના દ્વાર વગર પાસવર્ડે ઇમેલની વિગતો મળતી રહેતી હતી.

એક સાયબર સિક્યોરિટી એક્સપર્ટે તો દાવો કર્યો છૈ. જેમાં હેકરોએ ઇન્ટરનેટ દ્વારા છીંડા પાડ્યા હતા અને નાના ઉત્પાદકો, સ્થાનિક પ્રશાસન, મોટા ક્રેડિટ યુનીયનોના મેલ બોક્સ ઉપર એટેક કરીને તેને હેક કર્યા હતા. આ હેકરોની ઓળખ ઝીરો- ડે ઝ તરીકે કરવામાં આવી છૈ. જો કે આ અધિકારીના દાવાને હજુ સુધી સમર્થન નથી.

પહેલા કોવિડ-19 માં સંડોવણી સાથે ચીનને વૈશ્વિક બજારમાં બદનામ કર્યા બાદ હવે સાયબર સ્કેમમાં ચીનની સંડોવણી પુરવાર કરવાનાં અમેરકાનાં આ પ્રયાસોને ચીને વખોડી કાઢ્યા છે. ચીનનાં વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે જણાવવું ડ્યું છે કે અમેરિકાનાં આ નવા દાવા ચીનને બદનામ કરવાનો પ્રયાસ છૈ. ચીને આમ  કરીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ તો કર્યો છે પણ આજે ચીનની વૈશ્વિક બજારમાં પ્રતિષ્ઠા એવી છે કે તેની વાતને સૌ અસાનીથી માનવા તેયાર નથી.આમેય તે સાયબર એટેક એક ઓવી ઘટના છે જેમાં ભોગ બનનારે કોઠીમાં મોં ઘાલી ને ચુપચાપ રોઇ લેવું પડે છે. કારણ કે તેમાં જેટલો વધારે પ્રચાર થાય તેટલું વધારે નુકસાન  થતું હોય છે. આ કેસમાં ન માઇક્રોસોફ્ટે હફનિયમને સિસ્ટમમાં બ્લોક કરવાનું શરૂ કર્યુ પરંતુ જેવી વિશ્વને ખબર પડી કે  તુરત જ અન્ય હેકરો પણ માઇક્રોસોફટનાં ગ્રાહકોના ડેટા ચોરવા આવી ગયા છે. આમાના ઘણા  સ્વાભાવિક રીતે જ કોઇની જાણમાં ન હોવાથી ડેટા ચોરવામાં સફળ થયા હોવાનું પણ  કહેવાય છે.

ટૂંકમા કહીએ તો અમેરિકા અને ચીન વચ્ચેની આ લડાઇ સાપ-નોળિયાની એવી લડાઇ છે જેમાં દુશ્મન મોં એથી ન પકડાય તો પુંછેથી અને પુંછેથી ન પકડાય તો પેટેથી પકડવાના અને પછાડવાના પ્રયાસો ચાલતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.