પરીક્ષાઓ દરમિયાન પેપરલીકની જે ઘટનાઓ બને છે તેને રોકવા માટે માઇક્રોસોફ્ટે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) માટે એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. તે હેઠળ વિદ્યાર્થીઓને ડિજિટલ પેપર (પ્રશ્નવહી) આપવામાં આવશે. જુલાઈ 2018માં થયેલી કમ્પાર્ટમેન્ટ પરીક્ષા દરમિયાન 10મા ધોરણના 487 કેન્દ્રોમાં તેનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું. હાલ ટ્રાયલ ચાલુ છે.
છેલ્લા પરીક્ષામાં ધો-10ના ગણિત અને ધો-12ના ઇકોનોમિક્સના પેપર લીક થયા પછી સીબીએસઇની ઘણી ફજેતી થઇ હતી. સીબીએસઈના 20,299 સ્કૂલોના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. પરિણામે બોર્ડે ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવાની યોજના બનાવી. માઇક્રોસોફ્ટે આ સિસ્ટમને 3 મહિનામાં તૈયાર કરી છે.