માઈક્રોસોફ્ટે તેની સૌથી નાની અને સૌથી અફોર્ડેબલ સરફેસ ડિવાઈસ સરફેસ ગો હવે રૂ. 38,599થી શરૂ થતી કિંમતે વિશેષરૂપે ફ્લિપકાર્ટ મારફત ભારતમાં ઉપલબ્ધ હોવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સોમવારના રોજ કરવામાં આવેલી હતી.
આ ડિવાઈસનું વજન માત્ર 522 ગ્રામ છે અને 10 ઈંચની આ ડિવાઈસ વપરાશકારની જરૂરિયાતો પૂરી કરતાં સંપૂર્ણ વૈવિધ્યસભર સુવિધાઓ પૂરી પાડે છે. આ ઉત્પાદક 2-ઈન-1 ડિવાઈસ દૈનિક કામ માટે આદર્શ છે કારણ કે તે સરફેસ પેનને સપોર્ટ કરે છે અને 3ઃ2 ડિસ્પ્લેનું કસ્ટમ કેલિબ્રેટેડ ફિચર પૂરું પાડે છે, જે મોટાભાગની બૂક્સના પાના સમાન છે અને તે બિલ્ટ-ઈન મિજાગરા સાથે આવે છે, જે તેને 165 ડિગ્રી સુધી ફરવાની સુવિધા પૂરી પાડે છે અને તે S મોડમાં વિન્ડોસ 10 હોમથી સજ્જ છે.
વધારામાં, અમે સમીક્ષક માર્ગદર્શિકા બનાવી છે, જે સરફેસ ગો કેવી રીતે લોકોની સર્જનાત્મક્તાને બહાર લાવવા, આઈડિયાસને પ્રેરિત કરવા અને નવીનતાને પ્રોત્સાહિત કરવામાં સક્ષમ છે તેના વિષેની પણ માહિતી આપશે. સરફેસ ગો સાથે વ્યક્તિ ‘પ્રવાસમાં પણ લાઈવ’ રહી શકે છે તેમજ ‘પ્રવાસમાં શીખી’ શકે છે.
સરફેસ ગોના પિક્ચર્સ અને ઉત્પાદનોની વિગતો હેશટેગ #SurfaceGo સાથે તમારા સોશિયલ પ્લેટફોર્મ પર શૅર કરી શકો છો.