વકતાઓએ પોતાની વાર્તા રજુ કરી: લોકોને વાર્તાના માઘ્યમથી લેખન, પઠન, સમજણ આપવા કાર્યક્રમ યોજાયા
શહેરનાં શ્રોફ રોડ પાસે આવેલી દંતોપત ઠેંગડી પુસ્તકાલય ખાતે સર્જન માઇક્રોફિકસન ગ્રુપ દ્વારા માઇક્રોફિકસન મહેફીલ ટચુકડી વાર્તાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વકતાઓએ પોતાનું વાર્તા રજુ કરી હતી અને લોકોને વાર્તાના માઘ્યમથી, લેખન, પઠન, સમજણ, ચર્ચા, વાચન, સમજાવવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વાર્તાના માઘ્યમથી લેખન, પઠન સમજાવવા કાર્યક્રમ યોજાયો: જીજ્ઞેશ અધિયારૂ
જીજ્ઞેશભાઇ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સર્જન માઇક્રોફીકશન ગ્રુપ માં તેઓ વાર્તા લખે છે. આજે વાચન, ચર્ચા, લેખન, પઠન અને સમજણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને બધા લોકોને આ વાર્તાઓ ખુબ જ ગમશે અને તેમણે ગ્રુપ બનાવીને આ વાર્તા લખવાનું ચાલુ કર્યુ હતું અને 2016માં આ ગ્રુપ દ્વારા શરુઆત કરવામાં આવી હતી.
માઇક્રોફિકશન સ્ટોરી આજે બધાને આકર્ષી રહી છે: હેમલ દવે
હેમલબેન દવેએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ માઇક્રોફિકશન સર્જન ગ્રુપના સભ્ય છે. તેઓ માઇક્રોફીકશન સ્ટોરી ઘણા બધા સમયથી લખે છે અને આ નવો પ્રકાર બધા લોકોને આકર્ષી રહ્યો છે. તેનો આ સભ્યોને ખુબ જ આનંદ છે આ પ્રોગ્રામ ઘણા બધા શહેરીમાં તેમના દ્વારા કરવામાં આવેલ છે. અને રાજકોટમાં પણ બીજી વખત આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. માઇક્રોફીકશન સ્ટોરીમાં ઘણો બધો અર્થ છુપાયેલો છે. જયારે લોકો પાસે વાચવાનો સમય નથી ત્યારે ખુબ જ ઓછા શબ્દોમાં આવી સ્ટોરી નો હાર્ટ માઇક્રોફીકશન માં છુપાયેલો છે અને તેનો અંત ખુલ્લો મુકી વાચન પણ લેખક બનીને આમા લખી શકે છે. આ ગ્રુપમાં હોવાનો તેમને ખુબ જ આનંદ છે.