કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી વિભાગોની બેઠક યોજાઈ
કોરોના મારામારીના પગલે પ્રધાનમંત્રી દ્વારા આજે લોકડાઉનની સમય મર્યાદા વધારી ૩ મે સુધી કરવામાં આવી છે. જેને અનુસંધાને કલેકટર રવિશંકર દ્વારા વિવિધ વિભાગીય અધિકારીઓ -કર્મચારીઓ સાથે સંકલિત કામગીરી અંગેની ચર્ચાઓ માટે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરએ વધુ સુદ્રઢીકરણ કરી સેનિટાઇઝેશનની કામગીરી તેમજ સેમ્પલ કલેક્શન અને ચેકિંગનીવ્યવસ્થા અંગેની વાતચીત કરી હતી.
આગામીદિવસોમાં લોકડાઉનનું સખ્તાઇથી પાલન થાય તે માટે કલેક્ટર દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરી સિલેક્ટિવ તેમજ એસેન્શિયલ બાબતો માટે લોકોની અવરજવર વગેરે વિષય પરખાસ ચર્ચા કરાઇ હતી તેમજ ફુડ સપ્લાયની કામગીરી વધુ સુદઢ રીતે થાય તે અંગે નિર્ણય લીધા હતા.
કલેકટરએ દરેક ગામમાં પણ જે તે ગ્રામ વિસ્તારના અધિકારી ત્યાંના રાશનકાર્ડ ધારક ન હોય તેવા મજૂરો અને ખેત મજૂરોનું પણ ધ્યાન રાખી તેઓને તેમના સ્થળ પર ફૂડપેકેટ કે રાશનકીટમળી રહે તે અંગેનું માઈક્રો પ્લાનિંગ કર્યું હતું.જિલ્લામાં એક પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરીને લોકોને અન્ન પુરવઠા પૂરો પાડવાની કામગીરી થઇ રહી છે તેને ગ્રામ્ય કક્ષાએ પણ વધુ ચોકસાઈપૂર્વક આયોજનબધ્ધ કરી શકાય તે માટેવહીવટી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.
જિલ્લામાં હેલ્પલાઇન નં. ૧૯૭૦ સતત કાર્યરત છે પરંતુ સાથે જ જો કોઇને ફુડ પેકેટ કે રાશનની આવશ્યકતા હોઇ ૦૨૮૮-૨૫૪૧૯૬૦ નંબર પણ કાર્યરત કરવામાં આવેલ છે. આ સાથે જ જામનગર મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં કોઇપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી ઉત્પન્ન થાય તો તે માટે કોર્પોરેશન દ્વારા ૨૪*૭ હેલ્પલાઇન નંબર: ૯૯૦૯૦૧૧૫૦૨, ૦૨૮૮-૨૬૭૨૨૦૮ શરૂ કરવામાં આવેલ છે તેમજ જે.એમ.સી.ખાતે પાણી,ડ્રેનેજ, પશુ વગેરે માટે કમ્પ્લેન નોંધાવવામાટે પણ ૧૮૦૦૨૩૩૦૧૩નંબર ૨૪*૭ સતત કાર્યરત કરવામાંઆવેલ છે.
આ બેઠકમાં એસ.પી. શરદ સિંઘલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ,અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા વગેરે અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓ પણ એકશનમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રીજી મે સુધી લોકડાઉનનો અમલ કરાવવા માટે અને પાછલા દિવસોમાં જે રીતે કામગીરી કરવામાં આવી એ રીતે કામગીરી કરવા માટે તંત્ર સજજ થઇ ગયું છે, જીલ્લા કલેકટર રવિશંકર, જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ, મ્યુ. કમિશ્ર્નર સતિષ પટેલ સહિતના વડા અધિકારીઓ દ્વારા આગામી દિવસોમાં લોકડાઉનનો ચોકસાઇપૂર્વક અમલ કરાવવા માટે એકશન પ્લાન બનાવી લેવામાં આવેલ છે.
આવશ્યક સેવાઓ ખોરવાઇ નહીં એ માટે વહિવટી તંત્ર દ્વારા મિડીયા સહિતની સેવાઓ માટે જરી પાસનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે અને આગામી ૧૯ દિવસમાં આ જ રીતે અમલ ચાલશે તો જામનગરમાં કોરોના જેવા સંક્રમણને આગળ વધતો અટકાવી શકાશે અને આ મહામારી સામેની લડતમાં જનતાની જીત થશે. પાછલા ૨૧ દિવસ દરમ્યાન જે રીતે પોલીસતંત્ર દ્વારા થોકબંધ ફરીયાદો કરવામાં આવી, વાહનો ડીટેઇન કરાયા તેના પરથી એક અંદાજો કાઢી શકાય છે કે ઘણા બધા લોકોએ લોકડાઉનનો ભંગ કરવાની કોશિષ કરી હતી, પરંતુ હવે એવા લોકોએ પણ આગામી ૧૯ દિવસ લોકડાઉનનો વધુ કડકાઇ પૂર્વક અમલ કરવો જોઇએ તે શહેરના હિતમાં આવશ્યક છે, અકારણે ઘરની બહાર નીકળતા લોકોને તંત્રની કડક કાર્યવાહીનો તો સ્વાદ ચાખવો જ પડશે, સાથે સાથે એ પણ વાત યાદ રાખવી જોઇએ કે તેઓ બહાર નીકળીને પોતાના પરિવારને પણ જોખમમાં મુકી રહયા છે, ટુંકમાં વડાપ્રધાનની અપીલ અંતર્ગત જામનગરમાં લોકડાઉનનો ત્રીજી મે સુધી લોખંડી અમલ કરાવવા માટે તંત્ર વધુ સુસજજ થઇ ગયું છે..મિડીયાને અપાયેલા પાસની મુદત ત્રીજી મે સુધી વધારતા એસપી
લોકડાઉન દરમ્યાન આવશ્યક એવી અખબારી સેવા ચાલુ છે અને આ દરમ્યાન મિડીયાકર્મીઓને કોઇ તકલીફ ન પડે એ માટે માહિતી ખાતાના સહયોગથી વહિવટી તંત્ર દ્વારા પત્રકારો તેમજ પ્રેસ ફોટોગ્રાફરોને પાસ આપવામાં આવ્યા છે.