કોંગ્રેસ કલ્પના પણ ન કરી શકે તેવું અભિયાન ભાજપ હવે આટોપવાની તૈયારીમાં
ભાજપ પ્રત્યે આદરભાવ ધરાવતો નાનામાં નાનો વ્યકિત પક્ષને આર્થિક રીતે મજબુત બનાવવા રૂ.5,50,100,500 અને વધુમાં વધુ 1000 રૂપિયાનું ઓનલાઈન ડોનેશન આપી શકે છે
11મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ અભિયાનમાં બૂથદીઠ માત્ર 20 લોકોને ભાજપના માઈક્રો ડોનેશનમાં જોડાવાનો લક્ષ્યાંક
વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ સામે થીન્ક ટેન્કની કોઈ કમી નથી સતત લોકોની વચ્ચે રહેલુ તે ભાજપનો સૌથી મોટી મૂડી છે. ભારત રત્ન, પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મદિન અર્થાત ગત 25મી ડિસેમ્બરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા માઈક્રો ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. જે આગામી 11મી ફેબ્રુઆરીના રોજ પંડિત દિન દયાળજી ઉપાધ્યાયની પૂણ્યતિથિએ પૂર્ણ થઈ રહ્યું છે. જેમાં ચૂંટણી ફંડ સાથે મતદારોની સહાનૂભૂતી પણ ભાજપે લણી લીધી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ગત 25મી ડિસેમ્બરથી માઈક્રો ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. જેમાં ભાજપ પ્રત્યેઆદર ભાવ અને સહાનૂમૂતી ધરાવતો દેશનો કોઈપણ નાગરિક ભાજપને આર્થીક રીતે વધુ મજબૂત કરવા માટે રૂ.5 થી લઈ રૂ.1000 સુધીનું ડોનેશન નમોએપના માધ્યમથી ઓનલાઈન આપી શકે છે જેમાં કોઈપણ વ્યકિત પર ડોનેશન આપવા માટેનું દબાણ કરવામાં આવતું નથી. વ્યકિત રૂ.5, રૂ.50, રૂ.100, રૂ.500 અને વધુમાં વધુ રૂ.1000નું ડોનેશન આપી શકે છે.
ગુજરાતમાં બુથદીઠ માત્ર 20 વ્યકિતઓ માઈક્રોડોનેશન કરે તેટલો સામાન્ય ટારગેટ આપવામાં આવ્યો છે. રાજકોટમાં પણ આજ ટારગેટ આપવામાં આવ્યો છે. શહેરનાં 957 મતદાન બૂથ પર ભાજપના કાર્યકરો દ્વારા હોંશે હોંશે લોકો પાસેથી ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યું છે. કોઈપણ કોઈ જ પ્રકારનું દબાણ કરવામાં આવતું નથી. 5 રૂપીયા આપનારને પણ એટલો જ આદર આપવામાં આવે છે.જેટલો 1000 રૂપીયાનું અનુદાન આપે તેને અપાય છે.
ભાજપ પાસે હાલ તાકાતવાર જનાદેશ છે.દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ ખરેખર હવે જનાદેશ ગુમાવી ચૂકી છે. અને પોતાના અસ્તિત્વ ટકાવવા માટે જઝૂમી રહી છે. ત્યારે વાસ્તવમાં કોંગ્રેસને વધુમાં વધુ લોકો પક્ષ તરફ જોડાય તેવા કાર્યક્રમો આપવાની સુઝકો પડયો જોઈએ તેના બદલે ભાજપ પોતાની થીન્ક ટેન્કનો 100 ટકા સદઉપયોગ કરી રહી છે. કોંગ્રેસ કલ્પના પણ ન કરી શકે તેવું અભિયાન ભાજપ પૂર્ણ કરવાની દિશામાં સફળતા પૂર્વક આગળ ધપી રહી છે. આ અભિયાન ભલે સામાન્ય લાગે કે તેની નોંધ લેવામાં આવતી ન હોય પરંતુ માઈક્રો ડોનેશનથી ભાજપ આર્થીક રીતે તો સમૃધ્ધ થનશે જ સાથોસાથ પોતાના મતદારોની સહાનૂભૂતિ જીતવામાં પણ સફળ રહેશે.
ફંડ નહીં લોકોનો આદર ભાવ હાંસલ કરવાનો પ્રયાસ: કમલેશ મિરાણી
માઈક્રો ડોનેશન અભિયાનમાં દેશવાસીઓ પાસેથી રૂ.5 થી લઈ વધુમાં વધુ રૂ.1000નું દાન ભાજપ દ્વારા સ્વીકારવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો આ નવતર અભિગમ પાર્ટી માટે ફંડ એકત્રીત કરવાનો નથી પરંતુ ભાજપ પ્રત્યે લોકોનો આદર ભાવ હાંસલ કરવાનો પ્રયાસ છે. બૂથદીઠ 20 વ્યકિત આ અભિયાનમાં જોડાય તેવો સામાન્ય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એક વ્યકિત 5 રૂપીયા દાન આપે તો માત્ર 100 રૂપીયા જ એકત્રીત થાય આ અભિયાનનો હેતુ માત્રને માત્ર દેશવાસીઓનો આદર ભાવ મેળવવાનો છે.