સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણની આરાધનાના અંતિમ પર્વ સંવત્સરીની ઉજવણી: જૈનોએ મિચ્છામી દુકકડમ સાથે ભાવ પ્રતિક્રમણ કરી ક્ષમાપર્વ ઉજવ્યું
આજે સૌરાષ્ટ્રભરમાં જૈનો દ્વારા મિચ્છામી દુકકડમ સાથે સવંત્સરીની ઉજવણી કરવામાં આવી છે રાજકોટ સહિત ગામો-ગામ પર્વાધિરાજ પર્યુષણની આરાધનાના અંતિમ પર્વ સવંત્સરીની આજે ભાવુકતાસભર ઉજવણી થશે.
કોરોના મહામારીને કારણે આ વર્ષે પર્યુષણ પર્વની આરાધના જૈન-જૈનેતરોએ પોતાના ઘરોમાં રહીને જ આજેે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ એટલે કે સવંત્સરીએ બારસા સુત્રનું વાંચન કરવામાં આવે છે. જો કે કોરોનાને કારણે પ્રવર્તમાન સંજોગોમાં આ વખતે શ્રાવક-શ્રાવકીઓ પોત-પોતાના ઘરેથી જ સંવત્સરીનું પ્રતિક્રમણ કરશે.
સંવત્સરી દરમ્યાન આરાધકો લગભગ ૩ કલાક સુધી પ્રતિક્રમણ કરે છે જેમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરવામાં આવશે.
સંવત્સરીના બીજા દિવસે એટલે કે આવતીકાલ રવિવારે તપસ્વીઓના પારણા થશે.
‘ક્ષમા વીરસ્યા ભુષણમ’ એટલે કે જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી. પણ નિર્બળતાની નિશાની છે, મહાવીર સ્વયં ક્ષમાના સાગર હતા. તેમના ઉપર અનેક વિઘ્નો આવ્યા હતા તેઓએ હમેંશા દરેક જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખ્યો હતો.
જૈન દર્શન કહે છે કે વેરનો અનુબંધ મહાભયંકર છે મહાપુરૂષો પણ કહે છે કે ભુલ આપણી ન હોય તેમ છતાં આપણે સામે ચાલીને ક્ષમાપના કરવી જેથી આપણો આત્મા હળવો ફૂલ થઇ જશે.
માત્ર જૈન ધમે જ નહીં પરંતુ જગતના દરેક ધર્મો ક્ષમાને અદભૂત મહત્વ આપે છે.ચાલ્સ ગ્રીસ વોક્ડ નામના ચિંતકે “ફરગીવનેસ અ ફિલોસોફીકલ એક્ષપ્રોશન “નામના પુસ્તકમાં કહ્યું કે કોઈને માફ કરી દેવામાં કેટલા લાભો છે તે પુસ્તકમાં આલેખ્યું છે. ” ધ હિલીંગ હટે ” નામના પુસ્તકના લેખક નોમેન કઝીન્સનું માનવું છે કે વેરભાવના રાખવાથી શરીરમાં હ્ર્દય રોગના હુમલા આવે છે,તેમજ અનેક રોગ આવે છે. એનાથી ઉલ્ટુ ક્ષમાનો ગુણ જે લોકોએ અપનાવ્યો તો ઘણા લોકોના બ્લડ પ્રેસર ઓછા થયેલા.એક ડોકટરે કહ્યું કે શરીરમાં મોટા ભાગના રોગો વેર વૃતિ અને ઝઘડાને કારણે થાય છે.મનની અંદરની શાંતી ક્ષમા ભાવથી મળે છે આવું ફ્રેન્ચ નવલ કથાકાર એન્ટુ મોરઈસે કહેલું. નેલસન મંડેલાની ક્ષમા અદભૂત હતી.ભૂલ થઈ જવી સરળ છે પરંતુ ક્ષમા આપવી કે માંગવી તે દિવ્ય ગુણ છે.આજે દરેકે ઉપવાસ, એકાસણા, આયંબિલ જે થઇ શકે તે તપ આરાધના કરવી જોઇએ. આત્મા અનંત શકિતનો ધારક છે જે ધારે તે કરી શકે ત્યારે આજે એકબીજાને ક્ષમાનું આદાન પ્રદાન કરી વર્ષનો સર્વ શ્રેષ્ઠ દિવસ સંવત્સરીની ઉજવણી થઇ છે.