સૌરાષ્ટ્રભરમાં પર્વધિરાજ પર્યુષણની આરાધનાના છેલ્લા દિવસે સંવત્સરીની ઉજવણી: જૈનોએ મિચ્છામી દુકકડમ સાથે ભાવ પ્રતિક્રમણ કરીને ક્ષમાપ્ના
આજે સંવત્સરી પર્વની આરાધના સાથે પર્યુષણ પર્વનું પણ સમાપન થશે આ સાથે સમુહ ક્ષમાપના યોજાશે. ઉપાશ્રયોમાં કાવ્ય સૂત્રના વ્યાખ્યાન દરમિયાન પ્રભુ વીરની પાટ પરંપરાનું વર્ણન કરવામાં આવશે સાધુ-સાઘ્વીજી ભગવંતોની નિશ્રામાં પ્રતિક્રમણ યોજાશે બપોરના ત્રણ વાગે તમામ ઉપાશ્રયોમાં સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં આવશે.
સંવત્સરી પર્વ ક્ષમાપના પર્વ પણ કહેવાય છે. કોઇપણ જીવ કે વ્યકિતનું મન વચન કે કાર્યાથી મનદુભાવ્યું હશે તો તે જીવની ક્ષમા યાચના માગશે. તથા જૈનો એકબીજાન મિચ્છામિ દુકકડમ પાઠવશે. સંવત્સરીના બીજા દિવસે તપસ્વીઓના પારણા થશે આજે સર્વ જીવોને ખમાવી દો આજે સંવત્સરી મહાપર્વ એટલે ક્ષમાપના પર્વના દિવસે જુના ક્રોધના કાંટાઓને દુર કરી ક્ષમાની કામધેનું આત્માના ખેતરમાં ઉભી કરી દો આ મહાપર્વના દિવસે સંકલ્પ લઇએ કે કોઇ ક્રોધ કરશે તો હું ક્ષમા રાખીશ છતાં ક્રોધ થશે તો ક્ષમાઁ કરીશ. આજે સંવત્સરી નિમીતે જૈન સંઘમાં વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે.
પર્યુષણના આઠ દિવસમાં તપ વડે જૈનો મન શુઘ્ધિ અને કાર્યસિઘ્ધ કરે છે. ઉપવાસ આંયબીલ એકાસણ અઠ્ઠમ સહિતની વિવિધ તપશ્રર્યા કરે છે.
સંવત્સરી પર્વ એટલે ક્ષમાનું આદાન-પ્રદાન મહાપર્વ સંવત્સરી પ્રતિક્રમણ ની ક્રિયા દ્વારા સર્વ જીવોને ખમાવવામાં આવે છે. જેનો પોતાના હાથે થયેલા દોષો અંગે ક્ષમા માંગે છે.
અને કોઇ હાથે થયેલ દોષની ક્ષમા આપે છે. આ ક્રિયા માંગલિક છે આઘ્યાત્મિક છે અને મહાપુરુષોએ બતાવેલી છે.
આ ક્રિયામાં માત્ર માનવ જાત ને નજર સામે રાખવાની નથી પરંતુ સમગ્ર પ્રાણી સૃષ્ટિને આંખ સામે રાખવાની હોય છે.
આજે જૈનો સાંજે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરશે અને સર્વજીવોની ક્ષમા યાચના કરશે કાલે તપસ્વીઓના પારણા થશે જેમણે માસ ક્ષમણ સોળભથ્થુ, અઠ્ઠાઇ, નવાઇ કે અઠ્ઠમ, એકાસણા કર્યા હશે તે તપસ્વીઓ પારણા કરશે પાશણામાં સાકરનું પાણી સુંઢની ગોળી રાબ વગેરે લેવાના હોય છે સંવત્સરી પ્રતિક્રમણ સાથે પર્વનું સમાપન થાય છે.