જ્યાં સુધી ભારતીય ટીમ પાકિસ્તાન રમવા ન આવે ત્યાં સુધી પાકે વિશ્વકપ રમવા ભારત ન જવું જોઈએ : મિયાદાદ
કહેવાય છે કે ક્રિકેટ ઈઝ ધ મેન્ટલ ગેમ પરંતુ જ્યારે ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાનની વાત આવે ત્યારે આ ગેમ અત્યંત રોમાંચક અને ચર્ચાનો વિષય બની જતું હોય છે ત્યારે વર્લ્ડ કપ નો બહિષ્કાર કરવા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મીયાદાદ કૂદી પડ્યા છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી ભારત પાકિસ્તાન રમવા નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાને વિશ્વ કપ રમવા ભારત ન જોવું જોઈએ.
મિયાંદાદનું કહેવું છે કે, જ્યાં સુધી ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા ન આવે ત્યાં સુધી પાકિસ્તાને ભારતમાં ક્રિકેટ રમવા ન જવું જોઈએ. પાકિસ્તાન એશિયા કપ 2023ની યજમાની કરવાનું છે પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાનમાં કોઈ મેચ નહીં રમશે. 2023નો વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે અને પાકિસ્તાને તેની તમામ મેચો ત્યાં જ રમવાની રહેશે. જાવેદ મિયાંદાદે કહ્યું કે, જો મારા હાથમાં હોય તો હું ભારત જવાની ના જ પાડી દઉં. ભારતનો અહીં આવવાનો ટર્ન છે. ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા આવવું જોઈએ. આપણે ત્યાં રમીને આવ્યા છીએ. પહેલા આવું જ ચાલતુ હતું કે, એક વર્ષ એ લોકો આવે અને એક વર્ષ આપણે જઈએ. પરંતુ તેઓ જે રીતે વર્તે છે.
રમત એક એવી વસ્તુ છે જે બે દેશોને જોડે છે અને તેનાથી તમારા સંબંધો વધે છે. તેથી મારે સ્પષ્ટપણે કહેવું છે કે, જ્યાં સુધી ભારત આવીને અમારી સાથે નહીં રમે ત્યાં સુધી અમારે ત્યાં જઈને રમવાની જરૂર નથી. જાવેદ મિયાદાદના આ નિવેદનથી ક્રિકેટ ક્ષેત્રે અને પ્રશ્નો ઉદ્ભવિત થયા છે. વર્ષ 2008માં ભારતે પાકિસ્તાનનો પ્રવાસ એશિયા કપ માટે ખેડયો હતો ત્યારબાદ એક પણ દ્વિપક્ષીય સિરીઝનું આયોજન થયું નથી અને ભારત પાકિસ્તાન રમવા નથી આવ્યું.