તળેટીમાં શિવ મંદિર અને શિખર પર મસ્જીદના મિનારા આવેલા છે

ગોંડલ તાલુકાના બિલડી ગામે 400 વર્ષ પુરાણું બિલેશ્વર મહાદેવ મંદિર આવેલ છે આ જગ્યાએ તળેટીમાં શિવ અને શિખર ઉપર મસ્જિદના મિનારા આવેલા છે અને મંદિરના પટાંગણમાં સરની કબર અને કબ્રસ્તાન પણ આવેલા છે તેથી એમ પણ કહેવાય છે કે મિયા અને મહાદેવ સાથે બેઠા છે.

લોકવાયકા મુજબ આ જગ્યાએ ગોકુલ નામની માલધારીની વસાહત હતી અને માલધારી ના મુખ્ય અને શિવજી સ્વપ્નમાં આવ્યા હતા તેથી શિવમંદિરની સ્થાપના થવા પામી હતી શ્રી બિલેશ્વર મહાદેવ ના નામ પરથી જ ભીલડી ગામનું નામ પડ્યું હતું

રાજવી સમય કાળમાં ગાયકવાડ તાબામાં સમાવેશ થતો હતો તેમાં “રા” વિકાજી એ સાજણશી શુરુની ગામના રક્ષણ અને ગિરાસદાર તરીકે નિમણૂક કરી હતી, હાલ ભીલડી માં હિન્દુ મુસ્લિમો વસી રહ્યા છે અને આ મંદિર અને મસ્જિદ એકતાના પ્રતીક સમાન છે, મહમદ ગજની સોમનાથનું મંદિર લૂંટવા નીકળ્યો ત્યારે આ બિલેશ્વર મંદિરને નુકસાન ના પહોંચાડે તે માટે બાજુમાં લોકો દ્વારા મસ્જિદ બનાવવામાં આવી હતી જે આજે પણ હયાત છે મંદિરની અંદર તામ્રલેખ છબીમાં મઢીને રાખવામાં આવેલ છે જેમાં વર્ષો પહેલા જીર્ણોદ્ધાર નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મંદિરની બિલેશ્વર સ્તુતિમાં પણ મંદિરના ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગામ બીલડી ની બહાર, કદમ ત્રણસો ને ચાર લીલી આંબલી છાયા મહાદેવજી બિરાજે પાસે જુનવાણી વાવ પડ્યો કબરનો પદવ ઠીક ગમ્યું આ કામ મહાદેવ તમને હાલ બિલ્ડિંગના લોકો રામ રહીમ એક સમજી પૂજા-અર્ચન કરી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.