બિગબજારમાં ર થી રર ટકા ડિસ્કાઉન્ટ તથા ૧૦૦૦ની ખરીદી પર ૩૦૦ બાદ મેળવવા ગ્રાહકોની ભીડ ટ્રાફિક ક્ધટ્રોલની વ્યવસ્થાનો અભાવ

દેશભરના બીગ બજારના સ્ટોર્સ દ્વારા જીએસટીને લઈ મુહુર્તમાં રાત્રે ૧૨ થી ૨ બીગ બજાર ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. મુહૂર્તના નામે બીગબજારે અડધી રાત્રે મોટો વેપલો કરી નાખ્યો હતો. આ તકે વિવિધ ઓફરની જાહેરાત હોય લુંટના નામે લોકો લુટયા કે લુંટાયા હતા. મુહૂર્તના નામે બીગબજારે જીએસટી આવતા જ બોણી કરી નાખી. લોકો લુંટના નામે રાજી થયા અને બીગબજારે ૨ થી ૨૨ ટકા છુટ આપી મધ્યરાત્રીએ વેપાર કર્યો હતો.

રાજકોટના બીગબજારમાં પણ ગ્રાહકોની જબરી ભીડ જોવા મળી હતી. અડધીરાત્રે જીએસટીનો લાભ લેવા માટે બીગ બજારમાં ગ્રાહકોનો મેળો જામ્યો હતો. આ તકે લોકોની ભીડના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી ત્યારે ટ્રાફિક ક્ધટ્રોલની વ્યવસ્થા ગોઠવાઈ ન હોય અફડા તફડી મચી હતી.

 

દેશભરમાં આવેલા બીગબજાર સ્ટોર્સ દ્વારા જીએસટીના મુહૂર્તમાં ખાસ મધ્યરાત્રે ૧૨ થી ૨ બે કલાક વેચાણ ચાલુ રાખીને ગ્રાહકોને ખરીદી પર વિવિધ ઓફર આપીને અનોખી રીતે જીએસટીના વધામણા કર્યા હતા. જેના ભાગ‚પે ગ્રાહકોને શોપિંગ બોનાન્ઝા અંતર્ગત ‚રૂ..૧૦૦૦ની ખરીદી પર રૂ.૩૦૦ બાદ આપતા ગ્રાહકો ઉમટી પડયા હતા. રાજકોટમાં આવેલ બીગબજાર દ્વારા પણ આ યોજના લાગુ કરવામાં આવી હતી.

આ ઓફર અંગેની જાહેરાત બીગ બજારના ફાઉન્ડર કિશોર બિયાનીએ ગઈકાલે કરી હતી. જેમાં જીએસટી બાદ જેના ભાવો બદલાવવાના હોય તેવી વસ્તુઓ પર ૨૨ ટકા સુધીની છુટ આપવાની જાહેરાતનો લાભ લેવા ભીડ ઉમટી પડી હતી.

બીગબજાર દ્વારા ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડયા હતા તો બિગ બજાર દ્વારા લોકોને ડિસ્કાઉન્ટના નામે ૨ કલાક થીમ વ્યાપાર કરવામાં આવ્યો હતો. મધરાત્રીમાં લોકો ચાલુ વરસાદમાં પણ ખરીદી કરવા ઉમટી પડયા હતા. લોકો દ્વારા ખાદ્યસામગ્રી ઉપરાંત કોસ્મેટીકની ખરીદી કરવામાં આવી હતી. જીવન જરૂરી ચીજ-વસ્તુઓની વધારે ખરીદી કરવામાં આવી હતી. તેમજ કપડા અને રેઈનકોટની ખરીદીમાં પણ ઘસારો જોવા મળ્યો હતો. તેમજ આ સાથે ટ્રાવેલીંગ બેગ તથા અન્ય ડિસ્કાઉન્ટની આઈટમોની ખરીદી કરી હતી. લોકોને ૨ થી ૨૨ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે ૧૦૦૦ રૂ..ની ખરીદી પર ૩૦૦ રૂ..નું ડિસ્કાઉન્ટ મળતા લોકો ઉમટી પડયા હતા. ડિસ્કાઉન્ટના નામે ધુમ ખરીદી કરી લોકો તેમના ગજવા હળવા કરી બિગ બજારને તકડી કમાણી કરાવીને લુંટાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.