• છ એર બેગથી સજજ આ કાર 31મી ડીસેમ્બર સુધીમાં ખરીદનારને એક વર્ષ સુધી ફ્રી ચાર્જિંગનો લાભ પણ મળશે

શહેરના  ગોંડલ રોડ  સ્થિત  જય ગણેશ ઓટોકેર શો-રૂમ ખાતે મેયર નયનાબેન  પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરના હસ્તે એમજી વિન્ડસર ઇવી કારનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કારમાં 38 કિલો વોટની બેટરી છે જે 332 કિમીની માઇલેજ આપશે.આ કાર એઆઇ ટેકનોલોજીથી સજજ છે.કારમાં અંદર ઇન્ટિરિયર અને ફીચર્સ અત્યાધુનિક છે.આગામી 31મી ડીસેમ્બર સુધીમાં કારની  ખરીદી કરનારને એક વર્ષ સુધી ફ્રી ચાર્જિંગની ખાસ ઑફરનો લાભ પણ આપશે. આ  કારમાં છ એર બેગ આપવામાં આવી છે.

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા દ્વારા  ભારતની પ્રથમ ઇન્ટેલિજન્ટ ઈ-સીયુવી ધ એમની વિન્ડસર, એક મેન્યુઅલ કોમ્પેકટ એસયુવીના કિંમતે લોન્ચ કરી છે.  આ વિન્ડસર, સેડાન જેવા આરામ અને એસપુજી જેવી ઉત્કૃષ્ટતાને સંયોજિત કરીને, નવીન એરોડાયનેમિક ડિઝાઇન, વિશાળ અને ભવ્ય ઇન્ટીરિયર્સ, નિશ્ચિત સલામતી, સ્માર્ટ કનેક્ટિવિટી. ડ્રાઇવિગ કમ્ફર્ટ અને બીજી ઘણી હાઇ-ટેક સુવિધાઓ ધરાવે એમજીના પ્યોર પ્લેટફોર્મ’ પર બનેલ છે ઓનરશિપ પ્રોગ્રામ- બેઝ સાથે, એમજી વિન્ડસરને બેટરી- માટે રૂ 9.99 લાખ સાથે  રૂ. 3.5/કિમીની ભાવે વેચવામાં આવશે.

એમજી વિન્ડસરના પ્રથમ માલીકને ક્ષેત્રમાં પ્રથમ વખત લાઈફટાઈમ બેટરી વોરંટ ઓફર કરી રહી છે. કંપનીએ એક વર્ષ માટે  ફ્રી પબ્લીક ચાર્જીંગની સુવિધા ઓફર કરી છે.એમજીના ગેબલ સ્માર્ટ ઈલેકટ્રીક પ્લેટફોર્મ પર બનેલ તેની વિશ્ર્વસનીયતા માટે પ્રખ્યાત એમજી વિન્ડસર શકિતશાળી પીએમએસ મોટર ધરાવે છે. ચાર્જીંગ સિસ્ટમ કોઈપણ ફાસ્ટ ચાર્જર પર વિન્ડસર 40 મીનીટમાં ફુલ ચાર્જ થઈ જાય છે.આ અદભૂત વિન્ડસર કારનું રાજકોટ ખાતે  ભવ્ય લોન્ચિંગ કરવામા આવ્યું હતુ લોન્ચિંગ પ્રસંગે જય ગણેશ એમજી મેનેજીંગ ડિરેકટર રજનીકાંત ભાઈ પટેલના જણાવ્યાનુસાર  કે આ નવો બિઝનેસ કયાસ કાર રાજકોટના  લોકો માટે  એક અલગ અને નવો જ અનુભવ હશે. ઉપરાતં આ કારનો લાઈવ ડેમોસ્ટ્રેશન ગોંડલ રોડ શો રૂમ પરથી શરૂ કરાયો છે. વધુ માહિતી માટે  7043910001 પર સંપર્ક કરવા જણાવાયું છે.

માત્ર વોઈસ કોલથી કારના ફિચર્સ એક્ટિવ થઈ જશે:હેમંત ઢેબર

જય ગણેશ ઓરિકેર શો-રૂમના જનરલ મેનેજર હેમંત ઢેબરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લક્ઝરી વિન્ડસર ઈ વી કાર રાજકોટ, મોરબી, જુનાગઢ,જામનર શહેરોમાં અપડાઉન કરનારા લોકો માટે આશીર્વાદ રૂપ છે. 38 કિલો વોટની બેટરી 332 કિમીની માઇલેજ આપે છે. આ કાર આ આઇ ટેકનોલોજીથી સજજ છે.કારની અંદર ઇન્ટિરિયર અને ફીચર્સ ખૂબ સારા આપવામાં આવ્યા છે. કારના ફિચર્સ બોલવાથી અને ટચ કરવાથી ફીચર્સ વર્ક કરશે. કારનો લુક એસયુવીનો છે એટલે કે માચો સ્પોર્ટ્સ લુક છે. કારનું પ્રિ-બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.