ભૌતિક અને સામાજીક આંતરમાળખાકિય સુવિધા અને રોડ–રસ્તાના કામો
માટે ગ્રાન્ટની ફાળવણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનો આભાર માનતા મેયર
રાજય સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને માંતર માળખાકિય સુવિધાના કામો તથા મુખ્યમંત્રી શહેરી વિકાસ સડક યોજના અંતર્ગતના કામો માટે રૂ.૧૬૬.૪૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું.
તેઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનો રાજકોટને ગ્રાન્ટ ફાળવવા સબબ આભાર વ્યકત કર્યો હતો અને સાથોસાથ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજકોટને આંતર માળખાકીય કામો માટે ૧૪૪.૫૪ કરોડ અને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગતના કામો માટે રૂ.૨૧.૯૧ કરોડ સહિત કુલ ૧૬૬.૪૫ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ભૌતિક આંતરમાળખાકિય સુવિધા જેવી કે રસ્તાના કામો, પાણી પુરવઠાના કામ, ભુગર્ભ ગટરના કામ, સ્ટોમ વોટર ડ્રેનેજના કામ, દિવાબતી, ફાયરના સાધનો, વર્કશોપ, ગોડાઉન તથા ગાર્બેજ સ્ટેશન ફરતે કમ્પાઉન્ડ વોલ ઉપરાંત વોર્ડ નં.૫માં જીમ બનાવવા, વોર્ડ નં.૪માં આંગણવાડી બનાવવા, ડ્રેનેજ કલેકટીવીટી સિસ્ટમ અને મુખ્ય લાઈનના કામ, લેન્ડ ફિલ સાઈડમાં બીજો સેલ બનાવવા, ગૌરીદડ ખાતે એસટીપી પ્લાનના બાકી કામ, રૈયાધાર એસટીપી પ્લાન્ટ સુધી પાઈપલાઈન, ડેડ એનીમલ એન્સીનલેટર પ્લાન્ટ, રૈયાધાર ટસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હોકર્સ ઝોન, જુદા-જુદા સ્થળોએ મોર્ડલાઈઝ ટોયલેટ, કોમ્યુનિટી હોલ, એલઈડી લાઈટ, ગોવિંદબાગ પાસેલાયબ્રેરી, જુદા-જુદા બગીચા, સ્મશાન, દલિતોનું સ્મશાન, ગાર્બેજ ટ્રાન્સફરસેશન, વોર્ડ ઓફિસ બનાવવા, શહેરી બસ સેવા, ફલાય ઓવરબ્રિજ, અંડરબ્રિજ સહિતના કામો માટે મહાપાલિકાએ રૂ.૨૨૮ કરોડની માંગણી સરકાર પાસે કરી હતી જેની સામે સરકારે રૂ.૧૪૪.૫૪ કરોડની ફાળવણી કરી છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામોમાં વોર્ડ નં.૪,૫,૬માં પેવર કાર્પેટ, વોર્ડ નં.૧૫,૧૬ અને ૧૮માં પેવર કાર્પેટ, વોર્ડ નં.૧,૯ અને ૧૦માં પેવર કાર્પેટ, વોર્ડ નં.૮,૧૧ અને ૧૨માં પેવર કાર્પેટ, રીકાર્પેટ, ૨,૩,૭,૧૨,૧૩,૧૪માં ડ્રમ મીકસ પ્લાન્ટ અને મેકેનીકલ પેવર ફિશીસરથી રસ્તા કાર્પેટ અને પેચવર્કના કામો માટે ૨૩ કરોડની માંગણી કરી હતી જેની સામે ૨૧.૯૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરની ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે માધાપર ચોકડી ખાતે ફલાય ઓવરબ્રીજ બનાવવા માટે પણ રાજય સરકારે ૬૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.