મિસ વર્લ્ડ પ્રતિયોગિતા આજે ભારતીય સેમય મુજબ 4: 30 વાગ્યે ચાઇના ના સાનિયા શહેરમાં યોજાવામાં આવી હતી. મેક્સિકોમાં વેનેસા પોન્સ ડી લીયોન મિસ વર્લ્ડ 2018 નું શીર્ષક જીત્યું છે. લીયોન ૧૧૮ સ્પર્ધકો પાછળ છોડી વિજેતા બની છે’. આ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ મિસ થાઇલેન્ડ નિકોલિન લિમસનુકન રહી છે. ટોપ 30 સુધી પહોચી ભારતની અનુકૃતિ વાસ ટોપ ૧૨માં પોતાનું સ્થાન નથી બનાવી શકી.
મિસ વર્લ્ડ ૨૦૧૮ને પાછલા વર્ષે બની ગયેલ મિસ વર્લ્ડ માનુશી ચિલ્લર દ્વારા તાજ પહેરવામાં આવ્યો. ૭ માર્ચ ૧૯૯૨ના રોજ જન્મી વાનેસાનું ફૂલ ટાઇમ મોડેલ છે. તેઓ પ્રથમ મેક્સીકન છે, જેને તાજ જીત્યો છે.
મિસ વર્લ્ડ ૨૦૧૮માં ભારતનું પ્રતિનિધિત્વ અનુકૃતિ વાસએ કર્યું હતું. તેઓ તામિલનાડુંના રહેવાસી છે. અનુકૃતિ સુંદર ડાન્સરની સાથે એથલિટ પણ છે. ભારત સિવાય ન્યુઝીલેન્ડ, સિંગાપુર, ચીલી, ફ્રાંસ, બાંગ્લાદેશ, જાપાન, મલેશિયા, મોરિશ, મેક્સિકો જેવા અનેક શહેરોમાં પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વર્ષ ૨૦૧૭માં માનુષીએ મિસ વર્લ્ડના તાજ જીતીને ૧૭ વર્ષના ઇંતજારને ખત્મ કર્યો હતો,તેની પહેલા ૨૦૦૦માં પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ બની હતી.